કલોલ સ્ટેશન રોડ પર ત્રણ દુકાનમાં બાકોરા પાડી તસ્કરો ઘુસ્યા

કલોલ સ્ટેશન રોડ પર ત્રણ દુકાનમાં બાકોરા પાડી તસ્કરો ઘુસ્યા

Share On

ચાર દુકાનમાં બાકોરા પાડી તસ્કરો ઘુસ્યા

કલોલમાં ચોરોએ  હવે હાહાકાર મચાવી દીધો છે. શિયાળો જામતા જ ચોરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમજ પોલીસ ઊંઘી રહી હોવાથી અનેક ઠેકાણે ચોરીઓ થવા લાગી છે. કલોલમાં આવેલ સ્ટેશન રોડ પરની ત્રણ દુકાનોમાં ચોરો બાકોરું પાડી અંદર ઘુસ્યા હતા અને આશરે 1.18 લાખ રૂપિયાના માલમતાની ચોરી કરી હોવાની વિગતો સામે આવી છે.
થોડા સમય અગાઉ બોરીસણા ગરનાળા ખાતે આવેલ કોમ્પ્લેક્સની ત્રણ દુકાનોમાં ચોરી થઇ હતી. હવે કલોલની વચ્ચે જ આવેલ સ્ટેશન રોડ પરની ચાર દુકાનોમાં એક જ રાતમાં ચોરી થઇ છે. સ્ટેશન રોડ પર આવેલ મેસર્સ જશુભાઈ,ખમાર મણિલાલ અને નટરાજ કિરાણામાં ચોરો ઘુસ્યા હતા. જેને લઈને વૈભવકુમાર કિરીટભાઈ ખમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Khodiyar Parotha

બનાવની વિગતો અનુસાર કોઈ ચોર ઈસમોએ વૈભવભાઈની દુકાનના પાછળના ભાગે દીવાલને બાકોરૂ પાડી પ્રવેશ કરી તીજોરીમાંથી ચલણી નોટો મળીને આશરે રૂપિયા 60,000 તથા ફરિયાદીની દુકાનની આજુબાજુમાં આવેલ ઉર્વેશભાઈ પટેલની દુકાનમાંથી લાકડાના કબાટ માંથી જુદી-જુદી ચલણી તથા પરચુરણ મળી કુલ 45 હજાર તેમજ સીસીટીવીનું ડીવીઆર જેની કિંમત આશરે 3000 રૂપિયા થવા જાય છે તેમજ બાજુમાં આવેલ નટવરભાઈ પટેલ ની નટરાજ કિરાણામાંથી મરી-મસાલા અને ડ્રાયફૂટ સહીતની રૂપિયા 10,000 ની કિંમતની માલમતા ચોરી હતી. એમાં કુલ રૂપિયા 1.18 લાખની માલમતા ચોરી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

MD Auto World

ઉલ્લેખનીય છે કે કલોલમાં ચોરીના બનાવો ખુબ વધી રહ્યા છે. હવે કોઈ પોતાનું ઘર સૂનું મૂકીને જવા તૈયાર નથી. આ ત્રણેય દુકાનોમાં પાછળની દીવાલ તોડીને તસ્કરોએ પ્રવેશ કરતા કોઈ જાણભેદુ હોવાની સંભાવના વધી જાય છે. પોલીસ ઝડપથી પગલાં લઈને તસ્કરો પકડે તેવી લોકોએ માંગ કરી છે.
કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો :  https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819     

કલોલ સમાચાર