કલોલમાં તસ્કરો ફાટ્યા : દુકાન તોડી 4 લાખ રૂપિયાનો સામાન ચોરી ગયા

કલોલમાં તસ્કરો ફાટ્યા : દુકાન તોડી 4 લાખ રૂપિયાનો સામાન ચોરી ગયા

Share On

 દુકાન તોડી 4 લાખ રૂપિયાનો સામાન ચોરી ગયા

કલોલમાં ચોરોનો ત્રાસ વધી ગયો છે. આ સંજોગોમાં લોકો હવે ડરના માર્યા બહાર જતા પણ ગભરાઈ રહ્યા છે. દિન દહાડે દુકાન અને ઘરોમાંથી ચોરી થઇ રહી છે. આ ચોરીઓને અટકાવવામાં પોલીસ સંપૂર્ણ નિષ્ફ્ળ નીવડી હોવાનું સામે આવ્યું છે.

કલોલના ભગવતી કોમ્પ્લેક્સમાં આવેલ સાઈકૃપા એન્ટરપ્રાઈઝનું તાળું તોડી તસ્કરો 4 લાખ રૂપિયાનો માલસામાન ચોરી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.  પંકજભાઈ વસાવડા રહે.વર્ધમાન નગર પોતાની દુકાન ચલાવે છે. તેમને ચોરી થયાની માહિતી મળતા જ દુકાને દોડી આવ્યા હતા. દુકાનમાંથી ચોરો બ્રાસનો માલસામાન સહીત 4 લાખ રૂપિયાની વસ્તુઓ ચોરી જતા હાહાકાર વ્યાપી ગયો હતો. કલોલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

કલોલ પોલીસે ફક્ત 100 રૂપિયાનો દારૂ પકડી ચોપડે નોંધ્યો 

સરપંચ રિઝલ્ટ : કલોલ તાલુકામાં કોણ જીત્યું, વાંચો સમગ્ર લિસ્ટ

જેસીઆઈ કલોલ દ્વારા 9 જાન્યુઆરીએ મેરેથોન દોડ યોજાશે,રજીસ્ટ્રેશન શરુ

કલોલ સમાચાર