કલોલની આરોગ્ય કચેરીમાં તસ્કરો ત્રાટક્યા,પ્રોજેક્ટરની ચોરી
કલોલ શહેરમાં હવે સરકારી કચેરીઓ પણ સલામત નથી.શહેરની તાલુકા આરોગ્ય કચેરીમાં રાત્રી દરમિયાન તસ્કરો ઘુસી ગયા હતા. ચોરોએ અંદરથી 45,000ની કિંમતનું પ્રોજેક્ટર અને હજાર રૂપિયાના માઈકની ચોરી કરી હતી. જેને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કલોલ પોલીસ સ્ટેશનમાં આરોગ્ય કચેરીના અધિકારીએ ફરિયાદ દાખલ કરાવી હતી કે રાત્રે કચેરી બંધ કરીને ગયા હતા. બીજા દિવસે આવીને જોતા સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. તપાસ કરતા પ્રોજેક્ટરની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.