કલોલની દ્વારકેશ નગર સોસાયટીમાં સાપ દેખાતા ભયનો માહોલ સર્જાયો
મળતી વિગતો મુજબ ગત તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦२२ ના રોજ રાત્રિના સમય દરમિયાન અંબિકા નગર 2 ની બાજુમાં દ્વારકેશ નગર સોસાયટીમાં આવેલ મકાન નંબર A-12 માં રહેતા ઉપેન્દ્ર પુરી ગોસ્વામી ના ઘર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં એકા એક સાપે દસ્તક દેતા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
જેથી મકાનમાલિક ઉપેન્દ્ર પુરી ગોસ્વામી એ સાપનું રેસ્ક્યૂ કરવા માટે સદભાવના ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સદભાવના ફાઉન્ડેશનના હિતેશભાઈ પંચાલ તેમજ તપનકુમાર બ્રહ્મભટ્ટ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમના દ્વારા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરવામાં આવેલો સાપ બિનઝેરી કોમન વુલ્ફ સ્નેક પ્રજાતિનો હોવાનું માલુમ પડ્યું હતું. જેને ગુજરાતીમાં સામાન્ય વરુદંતી તરીકે ઓળખવામાં આવે છે. હિતેશભાઈ પંચાલ તેમજ તપન કુમાર બ્રહ્મભટ્ટ દ્વારા રેસ્ક્યુ કરેલ સાપને કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે છોડી દેવામાં આવ્યો હતો.
કલોલ પૂર્વમાં પૈસા બાબતે મારામારી થતા લોખંડની પાઇપ ફટકારી
લિંક પર ક્લિક કરી અમારી એપ ડાઉનલોડ કરો : https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819