નિલેશભાઈ આચાર્યે અંડરબ્રિજમાંથી પાણીનો નિકાલ કરાવ્યો
કલોલમાં રેલવે પૂર્વ વિસ્તારને જોડતો અને જીવાદોરી સમાન અંડરબ્રિજ વરસાદ થતા પાણીથી ભરાઈ જાય છે. આ સંજોગોમાં લોકોને તકલીફ પડે છે. કાલે પડે માવઠાને કારણે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું. ચોમાસા બાદ અચાનક પડેલા વરસાદથી બ્રિજમાં પાણીના નિકાલ માટે નાખવામાં આવેલ પંપમાં કાદવ કીચડ ભરાઈ ગયો હતો.
આ કારણે વાહનચાલકોને ભારે સમસ્યા ઉભી થઇ હતી. જેની જાણ કલોલના સામાજિક કાર્યકર એવા નિલેશભાઈ આચાર્યેને થતા તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા. અહીં નાગરિકોને વધુ હાલાકીનો સામનો કરવો ના પડે તે માટે ટેક્નિશયનને બોલાવીને પંપ રીપેર કરાવ્યો હતો તેમજ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. નિલેશ આચાર્યના આ કામથી વાહનચાલકોમાં પણ ખુશ થઇ ગયા હતા તેમજ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
1 thought on “સામાજિક કાર્યકર નિલેશભાઈ આચાર્યે અંડરબ્રિજમાંથી પાણીનો નિકાલ કરાવ્યો”