કલોલમાં સ્પીડ બ્રેકર બનાવવાની મંજૂરી આપવામાં ના આવે

કલોલમાં સ્પીડ બ્રેકર બનાવવાની મંજૂરી આપવામાં ના આવે

Share On

કલોલમાં સ્પીડ બ્રેકર બનાવવાની મંજૂરી આપવામાં ના આવે

કલોલ નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર આડેધડ રીતે બમ્પ બનાવવાની મંજૂરી આપવામાં ના આવે તેવી માંગ થઈ છે. જાહેર માર્ગો અને આંતરિક માર્ગ પર વાહન ચાલકોની ઝડપને ઓછી કરવા અને રાહદારીઓની સુરક્ષા માટે સ્પીડ બ્રેકર મુકવામાં આવતા હોય છે. જોકે અમુક વખત આ બમ્પ વાહન ચાલકોની સુરક્ષા ઉપર પણ ખતરો બને છે.

 

કલોલના અમુક માર્ગો પર દર ચાર ઘર છોડીને સ્પીડ બ્રેકર બનાવવાની માંગણી થતી હોય છે. સ્થાનિક વિસ્તારમાં આ પ્રકારના સ્પીડ બ્રેકર વાહનચાલકો માટે માથાનો દુખાવો સાબિત થતા હોય છે. ઘણી વખત આવા બમ્પને કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે.

 

લોકો વાહનો લઈને પુરપાટ પસાર થતા હોય છે તેવી દલીલ કરવામાં આવે છે પરંતુ ચાર ઘર છોડીને સ્પીડ બ્રેકર બનાવો કેટલો યોગ્ય છે. આ સ્પીડ બ્રેકરથી જો અકસ્માત થાય તો પોલીસમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી શકાય તેમ છે. અકસ્માત ના થાય, લોકો મર્યાદિત સ્પીડમાં વાહન ચલાવે તે સુનિશ્ચિત કરવાનું કામ પોલીસ તંત્રનું છે તેમજ વાહનચાલકોએ સ્વયં સમજવાનું આવે છે કે વાહન ક્યાં ઝડપથી ચલાવવું અને ક્યાં ધીમું રાખવું. ઘણી વખત લોકો ખાનગી બમ્પ પણ બનાવી દેતા હોય છે જેથી અનેક મુશ્કેલીઓ પડે છે.

 

સામાન્ય રીતે શાળા કોલેજ અને હોસ્પિટલો બહાર સ્પીડ બ્રેકર બનાવવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ કલોલ નગરપાલિકામાં અનેક વખત આડેધડ સ્પીડ બ્રેકર બનાવવાની મંજૂરી માંગવામાં આવતી હોય છે તેને લઈને વાહનચાલકોમાં રોઝ ફેલાયો છે અને પૂરતી તપાસ કર્યા વગર સ્પીડ બ્રેકરની મંજૂરી આપવામાં ન આવે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે.

કલોલ સમાચાર