ક્લોલની વિદ્યાર્થીનીએ SSC રીઝલ્ટમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો
ધોરણ દસનું પરિણામ આવી ગયું છે. કલોલની વિદ્યાર્થીની પ્રાચી અમિતભાઈ શાહે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પ્રાચીની સિદ્ધિને પગલે સમગ્ર પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. પ્રાચીએ 99.99 પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યો છે.
પ્રાચીએ ધોરણ દસના તમામ વિષયોમાં ટોપ કર્યું છે. આ વિદ્યાર્થીનીને તમામ વિષયોમાં A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરે પણ વિદ્યાર્થીનીના ઘરે પહોંચીને શુભેચ્છા પાઠવી હતી.
કલોલના સિંદબાદ બ્રીજ પાસે ઇકોએ ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ