આનંદો : વિકાસકાર્યોનો માર્ગ ખુલ્યો, કારોબારી સમિતિએ 12 ટકા નીચા ભાવે ટેન્ડર મંજુર કર્યા
પ્રજા અને સંસ્થાનાં હિતમાં નિર્ણય લેવાતા ખુશી જોવા મળી
નીચા ભાવે ટેન્ડર મંજુર કરાતા નગરપાલિકાને લાખો રૂપિયાનો ફાયદો
BY પ્રશાંત લેઉવા
કલોલ : કલોલ નગરપાલિકાની કારોબારી બેઠકમાં પ્રજાકીય કામો મંજૂર કરવામાં આવ્યા છે. શહેરીજનોને રાહત મળે તેના ભાગરૂપે કલોલ નગરપાલિકા દ્વારા તાત્કાલિક રીતે કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવતા ખુશીની લહેર જોવા મળી છે.
કારોબારી સમિતિએ 12 ટકા નીચા ભાવે ટેન્ડર મંજુર કર્યા હતા. કારોબારી બેઠકમાં કલોલ શહેરની સોસાયટીઓ અને કોમનપ્લોટમાં સીસી રોડની MLA જનભાગીદારી ટેન્ડર 12 ટકા નીચા ભાવે મંજુર કરી નગરપાલિકાનાં હિતમાં મહત્વનો નિર્ણય લીધો હતો. નીચા ભાવે ટેન્ડર મંજુર કરવામાં આવતા નગરપાલિકાને લાખો રૂપિયાનો ફાયદો થયો છે.
કલોલમાં છેલ્લા કેટલાય સમયથી પ્રજાકીય કામો પડી ભાંગ્યા હતા. જોકે હવે પ્રજાના હિતમાં કારોબારી સમિતિએ ટેન્ડર મંજૂર કરી દીધા છે જેને કારણે અટકી પડેલા તમામ કાર્યોમાં વેગ જોવા મળશે.