કલોલથી અમદાવાદ-મહેસાણા જવા રેગ્યુલર ટ્રેનો શરુ કરો

કલોલથી અમદાવાદ-મહેસાણા જવા રેગ્યુલર ટ્રેનો શરુ કરો

Share On

કલોલને વધુ એક નવી ટ્રેન ફાળવવામાં આવી છે. જોકે જૂની ટ્રેનો બંધ કરીને નવી ટ્રેન દોડાવવાનો કોઈ મતલબ નથી. કલોલ શહેરમાં લાખો લોકોની વસ્તી રહે છે. આજુબાજુના 60 જેટલા ગામડાના લોકો અહીં  શિક્ષણ વેપાર અર્થે આવે છે. હાલની કારમી મોંઘવારીમાં રેલવે સેવા જ સસ્તી રહી છે તેવા સંજોગોમાં જૂની ટ્રેનો શરુ કરવાની માંગ કરાઈ છે.

કલોલ માં પહેલા જૂની ટ્રેનો શરુ કરો

કલોલથી પાનસર,ઝુલાસણ, ડાંગરવા કે મહેસાણા જવા માટે એક ટ્રેન પૂરતી નથી. ગેજ પરિવર્તન અને લોકડાઉન બાદ આ ટ્રેનો બંધ કરી દેવાઈ હતી. જોકે હવે ગેજ પરિવર્તન અને ઇલેક્ટ્રિફિકેશનનું કામ સંપૂર્ણ થઇ ગયું છે તો જૂની ટ્રેનો ફરી શરુ કરવાની કલોલવાસીઓ માંગ કરી રહ્યા છે.

કલોલ માં નવી ટ્રેનની એન્ટ્રી,જુવો વિડીયો

આજથી બે-ત્રણ વર્ષ અગાઉ દૈનિક આશરે 10 જેટલી લોકલ ટ્રેન કલોલથી પસાર થતી હતી. જયારે હવે સ્થિતિ સામાન્ય બની છે તેવા સંજોગોમાં અમદાવાદ-મહેસાણા વચ્ચે ટ્રેનો શરુ કરાય તેવી માંગણી છે.
અત્રે નોંધનીય છે કે ગઈકાલે નવી શરુ થયેલ ગાંધીનગર-વરેઠા ટ્રેન કલોલ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. અહીં મંત્રી કૌશિક પટેલ તેમજ અધિકારીઓ અને જનતાએ ટ્રેનનું સ્વાગત કર્યું હતું.

કલોલના એક્સક્લુઝિવ વિડીયો જોવા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો   :https://www.youtube.com/channel/UCPCLsYkUaIM9U5t49dVM3qg

Read More News : https://kalolsamachar.online/

કલોલ સમાચાર