કલોલ પૂર્વના આરસોડીયા સોસાયટી વિસ્તારમાં આવેલ ઓમ એપાર્ટમેન્ટમાં દારૂ પી ને ધમાલ અને ઝઘડા કરતા લોકોનો ત્રાસ વધી ગયો છે. અહીં અવાર નવાર દારૂ તેમજ અન્ય નશો કરીને લોકો જાહેરમાં ગાળાગાળી તેમજ મારામારી કરતા હોય છે. આ કારણે અહીં રહેલ આજુબાજુની સોસાયટીઓના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
રહીશો દ્વારા અહીં પોલીસ પોઇન્ટ મુકવાની માંગ કરવામાં આવી છે. આ વિસ્તાર કલોલ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. રહીશોની માંગ છે કે અહીં ધમાલ કે આંતક મચાવતા લોકો પર પોલીસ હવે દંડા લઈને તૂટી જ પડે જેથી બીજી વખત કોઈ હિંમત ના કરે.
આ એપાર્ટમેંટમાં દર બે દિવસે એક મારામારી હોય છે. સમગ્ર વિસ્તારમાં આ લોકોએ ભયંકર દુષણ ઉભું કર્યું છે જેને કારણે નિર્દોષ નાગરિકોને હેરાનગતિ થઇ રહી છે.
ઓનલાઇન ગેમ:અહીં આપો 10 સવાલોના સાચા જવાબ,આ પ્રશ્નનો જવાબ તો નહીં જ આવડે