
ઠાકોર ભુવનનું ખાતમુહૂર્ત કરાયું
કલોલમાં ઠાકોર સમાજ દ્વારા ઠાકોર ભુવન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કલોલમાં બીટી મોલ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કલોલ તાલુકા ઠાકોર (ક્ષત્રિય) સમાજ સુધારક મંડળ સંચાલીત “ઠાકોર ભુવન” ના નવીન મકાનના ખાત મુહુર્ત કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોરના વરદ હસ્તે યોજાયો હતો.
કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોર ભુવનના નિર્માણ માટે ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જમીનનું દાન કર્યું હતું.આ પ્રસંગે પ.પૂ. સંત શ્રી દોલતરામજીબાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. તેમજ ગુજરાતી ફિલ્મ અભિનેતા અને ગાયક કલાકાર શ્રી વિક્રમ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
સમાજના અન્ય આગેવાનોમાં ધારાસભ્ય શ્રીઓ શ્રીમતી ગેનીબેન ઠાકોર, શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી ભરતજી ઠાકોર, તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.”ઠાકોર ભુવન” નું આ નવીન મકાન સમાજના સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક કાર્યક્રમો માટે અદ્યત્તન સુવિધાઓ સાથેના સ્થળની સાથે સમાજના બાળકો અને યુવાનો માટે શિક્ષણ તેમજ સર્વાંગી વિકાસનું કેન્દ્ર બની રહેશે! સમાજના વિકાસના આ ભગીરથ કાર્યમાં સર્વેનો સાથ અને સહકાર અપેક્ષીત છે તેમ જણાવવામાં આવ્યું હતું.