ત્રણને ACB એ રંગેહાથ ઝડપ્યા
આ કામના ફરીયાદીના પત્નીને શિક્ષણ સહાયક તરીકે સરકાર તરફથી સી.બી.ગર્લ્સ હાઇસ્કુલ કાલોલ જી-પંચમહાલ ખાતે નિમણૂક ઓર્ડર મળેલ હતો જે ઓર્ડર આધારે ફરીયાદીના પત્ની કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલીત સ્કૂલ સી.બી.ગર્લ્સ હાઈસ્કુલ કાલોલ ખાતે ફરજ ઉપર હાજર થયેલ હતા.ત્રણને ACB એ રંગેહાથ ઝડપ્યા
જેથી મંડળના જયંતકુમાર રતિલાલ મહેતા, ઉપ પ્રમુખ, કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી.બી.ગર્લ્સ હાઇસ્કુલ તથા એમ.જી.એસ.હાઈસ્કુલ,કાલોલ તથા વિરેન્દ્ર પ્રવિણચન્દ્ર મહેતા, મંત્રી, કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી.બી.ગર્લસ હાઇસ્કુલ તથા એમ.જી.એસ.હાઇસ્કુલ,કાલોલ એ ફરીયાદીના પત્ની તેમજ ફરીયાદીનાઓ પાસે ડોનેશન તરીકે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની લાંચની માંગણી કરેલ હતી.
બાદ ફરીયાદીએ ઓછુ કરવા વિનંતી કરતાં આક્ષેપિતોએ એક લાખ રૂપિયા લેવા સંમત થયેલા તેમજ કિરણસિંહ અનોપસિંહ પુવાર, શિક્ષક, કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી.બી.ગર્લસ હાઈસ્કૂલ તથા એમ.જી.એસ.હાઈસ્કુલ,કાલોલ પણ લાંચની રકમ આપી દેવા દબાણ કરેલ હતુ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેથી એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ જાહેર કરેલી.
ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતાં ફરીયાદીએ આરોપી કિરણસિંહ અનોપસિંહ પુવાર નો સંપર્ક કરતા તેઓએ જયંતકુમાર રતિલાલ મહેતા ની સાથે વાત કરી લાંચની રકમ એમ.જી.એસ. હાઇસ્કુલ કાલોલ ખાતે ફરીયાદીને લઇ બોલાવી ફરીયાદી ત્યાં જતાં તેઓએ ફરીયાદી પાસેથી પંચ ની હાજરીમાં એક લાખની માંગણી કરી, સ્વીકારેલા અને વીરેન્દ્ર મહેતાને પૈસા આવી ગયાની જાણ કરેલી.
આમ ત્રણેય આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચની રકમ લાખ રૂપિયા માંગી સ્વીકારી પકડાઇ જઇ ગુન્હો કર્યા વિગેરેની ફરિયાદ નોંધાઈ છે. જેથી ઉપરોકત ત્રણેય આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ