કલોલ આસપાસ ગેરકાયદે ધમધમતી ફેકટરીઓ વિરુદ્ધ તંત્ર પગલાં ભરશે કે પછી તેરી ભી ચૂપ – મેરી ભી ચૂપ

ડીસામાં ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21 લોકોના મૃત્યુ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ શહેર અને તાલુકામાં અનેક ફેક્ટરીઓ ગેરકાયદે ધમધમી રહી છે. બીજી તરફ કલોલની મોટાભાગની ઇમારતોમાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી.
કલોલ તાલુકામાં ચાર જેટલી જીઆઈડીસીઓ આવેલી છે. આ જીઆઈડીસીઓમાં અનેક ફેક્ટરી એવી છે કે જ્યાં કાગળ પર કઈંક અલગ પ્રોડક્શન થતું હોય છે જ્યારે હકીકતમાં પ્રોડક્શન બીજી જ કોઈ વસ્તુનું હોય છે. ખાત્રજ અને સાંતેજ જીઆઈડીસીમાં આવી ભૂતિયા ફેકટરીઓની સંખ્યા સવિશેષ પ્રમાણમાં છે.
તંત્રની કોઈપણ જાતની મંજૂરી વગર આવી ફેક્ટરીઓ ધમધમી રહી છે. તંત્રને ખબર હશે તો પણ કાર્યવાહી નહિ કરતુ હોય કેમ કે કદાચ હપ્તા ચાલતા હોય. આ ફેકટરીઓમાં ફાયર સેફટીના કોઈ ઠેકાણા પણ હોતા નથી. આ સંજોગોમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે.