કલોલમાં કોરોનાના કેસોએ સદી નોંધાવી,એક જ દિવસમાં આટલા કેસ નોંધાયા 

કલોલમાં કોરોનાના કેસોએ સદી નોંધાવી,એક જ દિવસમાં આટલા કેસ નોંધાયા 

Share On

એક જ દિવસમાં આટલા કેસ નોંધાયા

 

કલોલમાં  કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે કલોલ  શહેર અને તાલુકામાં કુલ 100 જેટલા કેસ નોંધાયાની વિગતો સામે આવી છે. કલોલ રાત્રી કરફ્યુ પણ લાદી દેવામાં આવ્યો છે. જોકે આટલા બધા કેસ આવતા હોવા છતાં હજુ લોકો ગંભીર નથી. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં પણ ફરજીયાત માસ્ક અને વેક્સીન સર્ટીની ચકાસણી થતી ના હોવાનું સામે આવ્યું છે.

કલોલ તાલુકામાંથી નવા 100 કેસમાં અદાણી શાંતિગ્રામમાં 4, બોરીસણામાં 13, ધાનજમાં 1, પલસાણામાં 1, હાજીપુરમાં 20, નગરપાલિકા વિસ્તારમાંથી 32, ગોલથરામાં 1, નારદીપુરમાં 3, ભાડોલમાં 1, ડીંગુચામાં 7, છત્રાલમાં 1, કાંઠામાં 3, પાનસરમાં 4, પલોડિયામાં 1, રકનપુરમાં 1, નાંદોલીમાં2, નાસ્મેદમાં 1, રકનપુરમાં 2, સઈજમાં 2 કેસ નોંધાયા છે.

દેશમાં સતત પાંચમા દિવસે 3 લાખથી વધુ નવા કોરોના કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે 3 લાખ 6 હજાર 64 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. આ દરમિયાન 2.43 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 439 લોકોના મોત થયા છે. જો કે, ગત દિવસની સરખામણીમાં નવા સંક્રમિતોમાં 27,469 નો ઘટાડો થયો છે, એટલે કે 8.23% ઓછા કેસ નોંધાયા છે.

 

શનિવારે 3 લાખ 33 હજાર 533 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. આ દરમિયાન 2.59 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 525 લોકોના મોત થયા છે. તેના એક દિવસ પહેલા શુક્રવારે 3.37 લાખ સંક્રમિત લોકો મળી આવ્યા હતા અને 488 લોકોના મોત થયા હતા. ગુરુવારે 3.47 લાખ લોકો સંક્રમિત જોવા મળ્યા અને 703 લોકોના મોત થયા. એક્ટિવ કેસની વાત કરીએ તો દેશમાં હાલમાં કુલ 22.43 લાખ એક્ટિવ કેસ છે. સક્રિય કેસનો આ આંકડો ત્રીજી વેવમાં પ્રથમ વખત 22 લાખને પાર કરી ગયો છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી કલોલ સમાચાર ઓનલાઇન એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો  

 

દરમિયાન, સરકારે કહ્યું છે કે કોવિડના દૈનિક કેસ 15 ફેબ્રુઆરી પછી ઘટવા લાગશે. સરકારી સૂત્રોએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે કેટલાક રાજ્યો અને મેટ્રો શહેરોમાં 15 ફેબ્રુઆરી પછી કેસ ઓછા થશે અને ચેપ સ્થિર થવા લાગશે.

 

કલોલ સમાચાર