રોડ બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજુરી
કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે કડી-કલોલ ને જોડતા કલોલ-વામજ-મેડા- આદરજ (કલોલની હદ) સુધી 6 કી.મી. લાંબો ડામરનો પાકો રોડ બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજુરી મળી ચુકી છે. ₹421 લાખ ના ખર્ચે આ રોડ બનાવવાનું કામ ટુંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે, તેમજ ઝડપથી તેનું સંપૂર્ણ કામ પૂર્ણ કરી સ્થાનિક લોકો અને વાહન ચાલકોને પડતી હાલાકીનો કાયમી અંત આવશે.
તેઓએ આજે ગુજરાતના કોરોના મૃતકોના પરિવારજનોને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત સહાય આપવામાં આવે તેવી માંગ સાથે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની આગેવાનીમાં ગાંધીનગરમાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લા પંચાયત અને ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી જશુભા રાણાના અવસાનના સમાચાર દુઃખદ છે.આ દુઃખદ ઘડીમાં મારી સંવેદના જશુભાના પરિવારજનો અને સમર્થકો સાથે છે. ઈશ્વર જશુભાના આત્માને શાંતિ આપે.
