કલોલમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલ સાયકલ ટ્રેક બિસ્માર અવસ્થામાં

કલોલમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલ સાયકલ ટ્રેક બિસ્માર અવસ્થામાં

Share On

ટ્રેક પર ઠેર ઠેર ગંદકી હોવાથી, ટ્રેક શોભાના ગાઠીયા સમાન બન્યો …..

કલોલમા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સાયકલ ટ્રેક બિસ્માર અવસ્થામાં જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા આ ટ્રેકની યોગ્ય જાળવણી કરવામાં આવી રહી નથી, જેથી આ ટ્રેક સંપૂર્ણપણે બિસ્માર અવસ્થામાં જોવા મળી રહ્યો છે. તેમજ દરેક કામની જેમ આ કામમાં પણ નગરપાલિકા તેની ‘હોતી હે ચલતી હે’ નીતિમાં કાયમ જોવા મળી રહી છે.

કલોલના કલ્યાણપુરા વિસ્તાર નજીક આવેલ સાયકલ ટ્રેક છેલ્લાં કેટલાંક સમયથી નગરપાલિકાની ઉદાસીન કામગીરીને કારણે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સાયકલ ટ્રેકની યોગ્ય જાળવણી કરવામાં આવી રહી નથી, ટ્રેકનો માર્ગ ઠેર ઠેર ગંદકી તેમજ ઉબડખાબડ સરફેસનો હોવાથી આ માર્ગ શોભાના ગાઠીયા સમાન બની ચૂક્યો છે.

મોટા ખર્ચથી નિર્માણ પામેલ આ ટ્રેક પર ગંદકી તેમજ ઉબડખાબડ માર્ગ હોવાથી જનતા દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. જેથી આ ટ્રેક ધૂળ ખાઈ રહેલો જોવા મળી રહ્યો છે. વધુમાં નગરપાલિકા દરેક કામની જેમ આ કામમાં પણ ઢીલાશ રાખી રહી છે. પ્રજા માટે બનાવેલ આ સાયકલ ટ્રેક પર રહેલ ગંદકીને ઝડપથી દુર કરી પ્રજામાટે આ ટ્રેકની યોગ્ય જાળવણી કરવામાં આવે અને તેને શરૂ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે.

કલોલ સમાચાર