કલોલમાં નગરપાલિકાની ટ્રોલી ખાડામાં ફસાતા મહામહેનતે બહાર કઢાઈ
કલોલના પૂર્વ વિસ્તારમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. રઘુવીર ચોકડીથી ભાગ્યોદય સોસાયટી તરફ જવાના રસ્તે એક ટ્રેકટર ટ્રોલી ખાડામાં ફસાઈ હતી. જેને કારણે મહામહેનતે તેને બહાર કાઢવામાં આવી હતી. પૂર્વમાં પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલતી હોય અહીં વ્યવસ્થિત પુરાણ કરવામાં ન આવતા ટ્રોલી ફસાઈ ગઈ હતી.
નોંધનીય છે કે આ ટ્રોલી કલોલ નગરપાલિકાના ટ્રેકટરની જ છે. ચોમાસા દરમિયાન ખાડા ખોદી કાઢયા બાદ પુરાણમાં વેઠ ઉતારવાને કારણે પાલિકાનું જ ટ્રેકટર ફસાઈ ગયું હતું. અહીંથી પસાર થતા હજારો લોકો ઉબડ ખાબડ રોડને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોની અનેક રજૂઆત છતાં રોડ બનાવવામાં ન આવતા ભારે આક્રોશ ફેલાયો છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ
