કલોલ કોલેજના અધ્યાપકોએ કાળી પટ્ટી ધારણ કરીને કોમન યુનિવર્સીટી એક્ટનો વિરોધ નોંધાવ્યો 

કલોલ કોલેજના અધ્યાપકોએ કાળી પટ્ટી ધારણ કરીને કોમન યુનિવર્સીટી એક્ટનો વિરોધ નોંધાવ્યો 

Share On

કલોલ કોલેજના અધ્યાપકોનો કોમન યુનિવર્સીટી એક્ટનો વિરોધ

કલોલની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના અધ્યાયોકોએ કાળી પટ્ટી ધારણ કરી શિક્ષણ કાર્ય કરીને કોમન યુનિ.એક્ટનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો .ગુજરાતમાં સરકાર દ્વારા આગામી વિધાન સભા સત્રમાં કોમન યુનિવર્સીટી એકટ લાગુ કરવાની ગતિવિધિ ચાલી રહી છે એના વિરોધમાં શિક્ષણ જગતમાં ભારે નારાજગી અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

અધ્યાપકો વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ના બગડે એવા આશયથી શાળા કોલેજો અને સમાજમાં પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે .વાલીઓ ,વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોને આની આડ અસરો વિષે સમજવવાના આશયથી સરકારમાં ,યુનિવર્સીટીઓમાં અને જિલ્લા મથકે આવેદન પત્રો આપી રહ્યા છે જેના ભાગ રૂપે આજે કલોલ ની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અધ્યાયોકોએ કાળી પટ્ટી ધારણ કરી શિક્ષણ કાર્ય કરીને કલોલના પ્રાંત અધિકારી ક્રિષ્ના વાઘેલાને આવેદન પત્ર આપીને સરકારમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

કલોલ સમાચાર