કલોલ ફાટક પાસે આવેલ શૌચાલય નર્કાગાર બન્યું,ફરિયાદ ઓફિસ બનાવવા રજુઆત 

કલોલ ફાટક પાસે આવેલ શૌચાલય નર્કાગાર બન્યું,ફરિયાદ ઓફિસ બનાવવા રજુઆત 

Share On

કલોલ ફાટક પાસે આવેલ શૌચાલય નર્કાગાર

કલોલ નગરપાલિકા પોતાના હસ્તક રહેલ જાહેર શૌચાલયોની જાળવણી કરવામાં નિષ્ફ્ળ નીવડી છે.  વોર્ડ નંબર ૧૧ ના કાઉન્સિલર કુંજ વિહારી મકવાણા દ્વારા કલોલ પૂર્વ વિભાગના નાગરિકો માટે નગરપાલિકાને લગતી ફરિયાદ નોંધવા માટે કલોલ પૂર્વ માં ફરિયાદ નોંધણી શાખા “સબ નગરપાલિકા” ની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.

 

કલોલ પૂર્વ માં પણ વિશાલ જન સમુદાય ને ફરિયાદ નોંધવાવ નગરપાલિકા ના ધક્કા ખાવા પડે છે, તેથી કલોલ પક્ષીમ ના નાગરિકો ની સમાન કલોલ પૂર્વ ના નાગરિકો ને પણ નગરપાલિકા લક્ષી ફરિયાદ નોંધવા પૂર્વ માં સુવિધા કરી આપવા માંગણી  કરી હતી.

આ વ્યવસ્થા માટે કલોલ પૂર્વ રેલવે ફાટક પાસે નગરપાલિકા સંચાલિત પે & યુઝ “સુલભ શૌચાલય” બનાવવા માં આવ્યું હતું, જે હાલ બિન ઉપજાઉ એન બંદ હાલત માં છે, જેના કારણે આસપાસ માં ગંદકી અને અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે, આ સુલભ શૌચાલય ની બિલ્ડીંગ માં જ જો ફરિયાદ નોંધવા ની વ્યવસ્થા ઉભી કરવા માં આવે તો (૧) નગરપાલિકા ની પડી રહેલી મિલકત નો સદઉપયોગ થશે (૨) પૂર્વ ના નાગરિકો ને પણ ફરિયાદ નોંધવાવ સુવિધા મળશે (૩) આસપાસ ની ગંદકી અને અસામાજિક પ્રવૃત્તિ થી છુટકારો મળશે.

કલોલ સમાચાર