કલોલમાં તસ્કરરાજ : એક સાથે બે મકાનોમાં ચોરી, ચોરો 9 લાખની માલમત્તા ઉઠાવી ગયા

કલોલમાં તસ્કરરાજ : એક સાથે બે મકાનોમાં ચોરી, ચોરો 9 લાખની માલમત્તા ઉઠાવી ગયા

Share On

કલોલમાં તસ્કરરાજ : ચોરો 9 લાખની માલમત્તા ઉઠાવી ગયા

કલોલમાં ચોરો બેફામ બન્યા છે. કોઈ વખત  પંચવટી તો કોઈ વખત પૂર્વ વિસ્તાર, કલ્યાણપુરા વગેરે વિસ્તારોમાં ચોરો ધાડ પાડીને બિન્દાસ ચોરી કરી રહ્યા છે. આ સંજોગોમાં લોકોના મનમાં ડર પણ પેસી ગયો છે. પરમ દિવસે રાત્રે  ગરીબ નવાજ સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ 9 લાખની માલમત્તા ની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ સોસાયટીના બે ઘરોમાંથી ચોરો ત્રણ લાખ રૂપિયા રોકડા તેમજ દાગીના સહીત 9 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ઉપરાંત સામેની તરફ રહેલા ઘરમાં પણ ખાતર પાડીને 13,500  રૂપિયાની ચોરી કરી હતી.

 

શિયાળો તો ઠીક ઉનાળામાં પણ ચોરીના વધતા બનાવોથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકો રાત્રે ઘર સૂનું મૂકીને બહારગામ જતા પણ ડરી રહ્યા છે. પોલીસ  કડક પેટ્રોલિંગ કરી ચોરોને ઝડપી લેવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે.

કલોલમાં માસ્ટર આઈડી વડે ઓનલાઇન સટ્ટો રમાડતા ઈસમની ધરપકડ કરતી પોલીસ

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

 

કલોલ સમાચાર