રામ મંદિર માટે કોઈ મોટા બિઝનેસમેન નહી પણ આ ગુજરાતીએ આપ્યું સૌથી વધુ દાન 

રામ મંદિર માટે કોઈ મોટા બિઝનેસમેન નહી પણ આ ગુજરાતીએ આપ્યું સૌથી વધુ દાન 

Share On

રામ મંદિર માટે કોઈ મોટા બિઝનેસમેન નહી પણ આ ગુજરાતીએ આપ્યું સૌથી વધુ દાન

યુપીના અયોધ્યામાં રામ મંદિર માટે માત્ર ભારત જ નહીં દુનિયાભરના રામ ભક્તોએ કંઇક ને કંઇક દાન આપ્યું છે, પરંતુ સૌથી વધુ દાન ગુજરાતના સુરતના એક વેપારીએ આપ્યું છે.

ખાસ વાત એ છે કે તે રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી કે ટાટા ગ્રુપના રતન ટાટા જેવા મોટા બિઝનેસ ટાયકૂન નથી, પરંતુ તેમ છતાં તેમણે રામ લલ્લા માટે ઉદારતાથી દાન આપ્યું છે.

દિલીપ કુમાર વી લાખી સુરતના હીરાના વેપારી છે. તેમણે રામ મંદિર નિર્માણ ટ્રસ્ટને 101 કિલો સોનું દાન કર્યું છે જેમાંથી મંદિરના ગર્ભગૃહના સોનાનો ઢોળ ચડાવેલા દરવાજા, થાંભલા અને સોનાનો ઢોળ ચડાવ્યો હતો. ધાર્મિક હેતુઓ માટે આપવામાં આવતા દાન વિશે એવું કહેવામાં આવે છે કે તે અમૂલ્ય છે અને તેની કિંમતનો અંદાજ લગાવી શકાતો નથી. પરંતુ હીરાના વેપારીએ આપેલા સોનાની વર્તમાન બજાર કિંમત અંદાજે 70 કરોડ રૂપિયા જેટલી છે. જ્યારે રામ મંદિર માટે કુલ 3200 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે.

ઋષિ-મુનિઓથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ સ્ટાર્સ વગેરેએ રામ મંદિરના નિર્માણ માટે દાન આપ્યું છે.કથાકાર અને આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ રામ મંદિર માટે 18.6 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. શ્રી રામ મંદિર નિર્માણ ટ્રસ્ટ અનુસાર, મોરારી બાપુ પહેલા વ્યક્તિ હતા જેમણે આટલી મોટી રકમ આપી હતી.

કલોલ સમાચાર ગુજરાત સમાચાર