અમદાવાદના પાંચ યુવકો કેનાલમાં નાહવા પડ્યા હતા ……
કલોલ પાસે આવેલ નર્મદા કેનાલ જીવલેણ બની છે. અહીં આત્મહત્યા તેમજ ડૂબી જવાના બનાવો સતત વધી રહ્યા છે. અમદાવાદના પાંચ યુવકો કેનાલમાં નાહવા પડતા બે જણા ડૂબી ગયા હતા. ઘટનાને પગલે લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
કલોલના દંતાલી પાસે આવેલી નર્મદા કેનાલમાં ન્હાવા પડેલાં અમદાવાદના પાંચ યુવકો પૈકી ત્રણ યુવકોના પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યા હતાં. અમદાવાદના પાંચ યુવકો રીક્ષા લઇને કેનાલમાં ન્હાવા આવ્યા હતા જો કે, એક મિત્રનો પગ લપસતાં બચાવવા ગયેલા અન્ય ચાર મિત્રો પણ ડુબવા લાગ્યા હતા. યુવકોની બુમ સાંભળીને આસપાસથી દોડી આવેલા લોકોએ બે યુવકોને બચાવી લીધા હતા.જ્યારે ત્રણ યુવકો પાણીમાં તણાઈ ગયા હતા જેમાંથી બેની લાશ મળી આવી છે અને ગુમ થયેલા એકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.