કલોલ તાલુકા હોમગાર્ડ યુનિટ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું
આઝાદી નાં 75 વર્ષ ના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત આજરોજ ગાંધીનગર જિલ્લા કમાન્ડન્ટ શ્રી વિષ્ણુભાઈ.આર. પ્રજાપતિ તથા સેકન્ડ ઇન કમાન્ડ સી.એમ.પરમાર ના માર્ગદર્શન હેઠળ કલોલ તાલુકા હોમગાર્ડ યૂનિટ ના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ શ્રી પી.એસ.યાદવના નેતૃત્વ માં રાષ્ટ્રીય ધ્વજ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું.
જેમાં જિલ્લા કમાન્ડન્ટ દ્વારા લીલી ઝંડી આપી કલોલ શહેરના મુખ્ય માર્ગો પર રૂટ માર્ચ કરવામાં આવેલ,જેમાં કલોલ યુનિટ સિનિયર પ્લાટૂન કમાન્ડર વી.એમ.રાઠોડ ,બિ.એમ.સોલંકી,પી.એ.ચાવડા તેમજ જિલ્લા ના અધિકારીગણ તેમજ યૂનિટ ના એન.સી.ઓ,હોમગાર્ડ પુરુષ/મહિલા સભ્યો એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
કલોલ નગરપાલિકા દ્વારા આ સ્થળોએ રાષ્ટ્રધ્વજનું વેચાણ કરાશે, વાંચી લો
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો