કલોલના આ સેવાભાવી પક્ષીઓને બચાવવા જાતે જ કોથળો લઇ દોરીઓ વીણે છે 

કલોલના આ સેવાભાવી પક્ષીઓને બચાવવા જાતે જ કોથળો લઇ દોરીઓ વીણે છે 

Share On

પક્ષીઓને બચાવવા જાતે જ કોથળો લઇ દોરીઓ વીણે છે

સેવા તો સેવા હોય છે જેમાં કોઈ પ્રકારની ભેદભાવ રાખવામાં આવતો નથી. કલોલમાં પણ એક એવા વ્યક્તિ છે જે માણસ-પશુ પંખી તમામની સેવા કરી જાણે છે. કલોલના આ સેવાભાવી પક્ષીઓને બચાવવા જાતે જ કોથળો લઇ દોરીઓ વીણે છે.આજે આપણે વાત કરીશું કલોલના એવા જ એક સેવાભાવી અશોકસિંઘ છાબડાની. કોઈપણ મુશ્કેલીમાં મદદ માટે પહોંચી જતા અશોકસિંઘ છેલ્લા ઘણા વર્ષોથી અબોલ જીવોની પણ સેવા કરે છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી કલોલ સમાચાર ઓનલાઇન એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો  https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
કલોલમાં અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અશોકસિંઘ છાબડા છેલ્લા ઘણા વર્ષોથી જીવદયાનું કામ કરે છે. ઉતરાયણ  પર્વ દરમિયાન તેઓ એકલા જ કોથળો લઈને નીકળી પડે છે તેમ જ સવારથી સાંજ સુધી રોડ રસ્તા સોસાયટી ઝાડ પરથી દોરીઓ ઉતારી દૂર કરે છે કરે છે. જેથી ઓછામાં ઓછા પક્ષીઓ અને અબોલ જીઓ તેનાથી ઘાયલ થાય અને તેમને સારવાર કેમ્પ સુધી જવું પડે.
તેઓને દુઃખ એ વાતનું છે કે બધા કદાચ તેઓની જેમ ઉતરાયણ પર્વ મનાવે નહીં અને દોરી વીણવા નીકળે તે શક્ય નથી પરંતુ કમસેકમ દરમિયાન ધાબામાંથી દોરી તો દૂર કરી શકે છે. પણ તે કામ પણ લોકો કરી શકતા નથી.
 તેઓ આધેડ ઉંમરની હોવા છતાં યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ થી કામ કરી રહ્યા છે. ઉત્તરાયણ દરમિયાન દોરી કોથળામાં ભેગી કરી મૂકી રાખે છે બાદમાં તેનો નિકાલ કરી દે છે. તેઓએ કહ્યું હતું કે સરકારના પ્રતિબંધ હોવા છતાં હજુ સુધી ચાઇનીઝ દોરી નો વેપાર થઈ રહ્યો છે તે ઘણી ગંભીર બાબત છે અને તેનાથી ઘણું નુકસાન થઈ રહ્યું છે આમ વાનપ્રસ્થ પહોંચેલા અશોક સિંહ છાબડા  આ રીતે સેવાનું કામ કરીને યુવાનોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

કલોલ સમાચાર