કલોલના અંબિકાનગર હાઇવે પર બે આખલાઓ યુદ્ધે ચડ્યા

કલોલના અંબિકાનગર હાઇવે પર બે આખલાઓ યુદ્ધે ચડ્યા

Share On

રેઢીયાળ તંત્રની આળસને કારણે કલોલમાં આખલા યુદ્ધની ઘટનાઓમાં વધારો…..

કલોલમાં આખલા યુદ્ધની ઘટનાઓ સર્વ સામાન્ય થઈ ચૂકી હોય તેમ વારંવાર આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. રેઢિયાળ તંત્ર દ્વારા ઢોર પકડની કામગીરી કરવામાં આવતી ન હોવાને લીધે કલોલમાં આખલા યુદ્ધની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે.

કલોલના અંબિકા નગર હાઈવે પર આખલા યુદ્ધના દ્રશ્યો જોવા મળ્યા હતા. યુદ્ધે ચડેલ બે આખલાઓએ થોડાક સમય માટે હાઇવેને પોતાના બાનમાં લીધું હતું. આખલા યુદ્ધને પગલે હાઇવે પર થોડાક સમય માટે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. વધુમાં વાહન ચાલકો પોતાના જીવના જોખમે હાઇવે પરથી વાહન લઈને પસાર થતા નજરે ચડ્યા હતા.

કલોલમાં આખલા યુદ્ધની ઘટનાઓ સર્વ સામાન્ય બની ગઈ હોય તેમ દિવસે ને દિવસે આ ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. રેઢિયાળ તંત્ર દ્વારા ઢોર પકડની કામગીરી કરવામાં આવતી ન હોવાને લીધે આખલા યુદ્ધમાં વધારો થયો છે. થોડાક સમય અગાઉ જ શારદા સર્કલ પાસે આવેલ જૈનવાડી ની સામે રખડતા ઢોરોએ એક બાળકીને અડફેટમાં લીધી હતી. જેના શરીર પર ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી. તેમ છતાં પણ તંત્ર દ્વારા રખડતા ઢોરોને પિંજરામાં પૂરવામાં આવી રહ્યા નથી.

વધુમાં અંબિકા નગર હાઈવે દિવસ રાત વાહનોની અવરજવરને કારણે ધમધમતો રહેતો હોય છે. અને આ જ હાઇ વે પર બે અખલા આ રીતે બાખડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

કલોલ ના મુખ્ય હાઇવે પર જ આ પ્રકારે આખલા યુદ્ધના દ્રશ્યો સર્જાતા તંત્રની ઢોર પકડની કામગીરી તદ્દન પોકળ સાબિત થઈ રહી છે. આગળના સમયમાં કલોલમાં આખલા યુદ્ધને કારણે મોટી જાનહાની સર્જાય તે પહેલા તંત્ર આળખંખેરીને ઢોર પકડવાની કામગીરી ઝડપથી શરૂ કરાવે તેવી લોકમાંગ થઈ રહી છે.

કલોલ સમાચાર