
કલોલમાં વાહનચોરોએ તરખાટ મચાવ્યો છે. કલોલ શહેર અને તાલુકા પોલીસ સ્ટેશનમાં વાહનચોરીના બે બનાવની ફરિયાદ નોંધાઈ છે. કલોલ શિવગંગા રેસીડેન્સીમાં રાત્રી દરમિયાન બાઈક પાર્ક કરીને માલિક રાજસ્થાન ગયા હતા. સવારે તેમનો દીકરો પાર્કિંગમાં આવતા બાઈક ચોરી થઇ ગયું હોવાનું માલુમ પડ્યું હતું. જેને પગલે કલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
અન્ય એક કેસમાં સાંતેજ ગામના મનુજી ઠાકોરનું પાન પાર્લર આગળથી બાઈક ચોરી થઇ ગયું હતું. પાન પાર્લર ચલાવતા મનુજી મોડું થઇ જતા દુકાન અગાળ બાઈક પાર્ક કરીને અંદર સુઈ ગયા હતા. વહેલી સવારે ઉઠીને જોતા તેમનું બાઈક ગૂમ હતું જેથી આસપાસ શોધતા મળી આવ્યું નહોતું. જેને પગલે તેમણે ફરિયાદ નોંધાવી છે.