ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર કલોલની ચીખલીકર ગેંગના બે સભ્યો ઝડપાયા
Story BY પ્રશાંત લેઉવા
ગાંધીનગર જિલ્લાના કલોલ માણસા છત્રાલ, નારદીપુર અને મહેસાણા જિલ્લાના નંદાસણ વિસ્તારમાં આવેલ કોમર્શિયલ 14થી વધુ દુકાનોને ટાર્ગેટ કરીને ચોરીની અંજામ આપતી કલોલની ચીખલીકર ગેંગના બે આરોપીઓને ગાંધીનગર એલસીબીએ ઝડપી લીધા હતા. એલસીબીએ બે આરોપીઓને પકડીને ઘરફોડ અને બાઇક ચોરીના પાંચ ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો.

ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી જેને આધારે પરબતપુરા ગામના પાટીયા પાસેથી આરોપીઓ હથિયારસિંગ અને ગુરુમુખસિંગને પોલીસે ઝડપી લીધા હતા. આ બંને અનુક્રમે રામનગર અને શ્રદ્ધા નગર, રેલવે પૂર્વ કલોલ ખાતે રહે છે તેમજ ગાંધીનગર જિલ્લાના માણસા, કલોલ તાલુકાના છત્રાલ અને નારદીપુર તેમજ મહેસાણા જિલ્લાના નંદાસણ વિસ્તારમાં આવેલ દુકાનોને ટાર્ગેટ કરી કુલ ૧૪ દુકાનોમાં ચોરીને અંજામ આપી કુલ રૂપિયા પાંચ લાખથી પણ વધારે રોકડ રકમની ચોરી કરી હતી. જેને પગલે પોલીસે આ બે આરોપીઓને ઝડપી લઈને પાંચ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે