અમેરિકાથી ડીપોર્ટ કરાયેલા વધુ 112 ભારતીયોને લઈને વિમાન અમૃતસરમાં લેન્ડ થઈ ગયું છે. જેમાં 29 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. આ ડિપોર્ટ કરાયેલા વ્યક્તિઓમાં કલોલ તાલુકાના વડાવસ્વામી પાનસર અને ડિંગુચા ગામના રહેવાસીઓ સામેલ છે.
કલોલ તાલુકાના ડીંગુચા ગામના કુલ છ રહેવાસીઓને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એક વ્યક્તિ પાનસર અને એક વ્યક્તિ વડાવસ્વામીના હોવાનું સામે આવ્યું છે.
ત્રીજી ફ્લાઈટમાં ભારત પરત આવેલા ગુજરાતીઓ
મિહિર પરથીજી ઠાકોર – ગુજરાત
લુહાર પૂજા ધવલભાઈ – જામનગર
રાણા સપનાબેન ચેતનભાઈ – પાલજ ગાંધીનગર
રાણા ચેતનભાઈ ભરતસિંહ – પાંસર ગાંધીનગર
રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહ – ગાંધીનગર
રાણા અક્ષરાજ ચેતનસિંહ – રાંધેજા
પટેલ નિત તુષારભાઈ – ગુજરાત
પટેલ દીપ ઘનશ્યામભાઈ – વડવાસા મહેસાણા
પટેલ ચિરાગ શૈલેષકુમાર – ઘુમાસાણ
પ્રજાપતિ અનિલ ભીખાભાઈ – વીલા
પ્રજાપતિ આરવ અનિલકુમાર – ગોઝારિયા
પ્રજાપતિ દ્રષ્ટિ અનિલકુમાર – ગોઝારિયા
પટેલ રાજેશ બળદેવભાઈ – ઘુમાસાણ
પટેલ મંજુબેન રાજેશભાઈ – ભરુચ
પટેલ માહી રાજેશભાઈ – અમદાવાદ
પટેલ હરમીરાજેશકુમાર – અમદાવાદ
પટેલ હસમુખ રેવાભાઈ – ગુજરાત
રામી હિતેષભાઇ રમેશભાઈ- સુશીયા
ચૌધરી અંશકુમાર સુરેશભાઈ – ગુજરાત
પટેલ પ્રાંશ જયેશકુમાર – ડીંગુચા
પટેલ જયેશકુમાર ભોળાભાઈ – ડીંગુચા
પટેલ હિરલબેન જયેશકુમાર – ડીંગુચા
અમેરિકાથી વધુ બે કલોલવાસીઓ પરત મોકલાયા, કુલ આઠ ગુજરાતીનો સમાવેશ
કલોલ : ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ભારતીયોનો લઈને બીજું વિમાન આજે પંજાબના અમૃતસર એરપોર્ટ પહોંચશે. વિમાનમાં 119 ભારતીયોનો સમાવેશ કરાયો છે. જેમાં પંજાબના 67 અને હરિયાણાના 33 અને ગુજરાતના આઠ લોકોનો સમાવેશ થાય છે. આ પહેલા 5 ફેબ્રુઆરીના રોજ યુએસ એરફોર્સનું એક વિમાન 104 ભારતીયોને અમૃતસર લાવ્યું હતું. તે સમયે ડિપોર્ટ કરાયેલા લોકોને હાથકડી લગાવવામાં આવી હતી અને તેમના પગમાં બેડીઓ બાંધવામાં આવી હતી.
અગાઉ જે વિમાન ભારત પહોંચ્યું હતું તેમાં કલોલના ચાર લોકોનો સમાવેશ થતો હતો. આજે પણ ડીપોર્ટ કરાયેલ વ્યક્તિઓમાં કલોલના બે વ્યક્તિઓનો સમાવેશ થયો છે. કલોલ ઉપરાંત માણસા અને મહેસાણાના પણ વ્યક્તિઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
ડિપોર્ટ કરાયેલ વ્યક્તિઓની યાદી
લુહાર ધવલભાઈ કિરીટકુમાર – કલોલ
લુહાર રુદ્ર ધવલભાઈ – કલોલ
મીહિત ઠાકોર – ગુજરાત
પટેલ ધિરાજકુમાર કનુભાઈ – અમદાવાદ
ચૌધરી કનિશ મહેશભાઈ – માણસા
ગોસ્વામી આરોહીબેન દીપકપૂરી – ગુજરાત
ગોસ્વામી દીપકપૂરી બળદેવપુરી – ગુજરાત
ગોસ્વામી પૂજાબેન દિપકપૂરી – ગુજરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. આ સાથે જ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને તેમણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન દેશમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનું વચન પણ આપ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ માને છે કે અન્ય દેશોના લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરે છે અને ગુનાઓ કરે છે. નોકરીઓનો મોટો હિસ્સો ઇમિગ્રન્ટ્સ દ્વારા કબજે કરવામાં આવ્યો છે, જેના કારણે અમેરિકન લોકો નોકરીઓથી વંચિત રહી ગયા છે.