વડસ્માના સરપંચ તરીકે ડઇબેન સોમાભાઈ શાહની બિનહરીફ વરણી

વડસ્માના સરપંચ તરીકે ડઇબેન સોમાભાઈ શાહની બિનહરીફ વરણી

Share On

ડઇબેન સોમાભાઈ શાહની બિનહરીફ વરણી

મહેસાણા જિલ્લાના 107 ગામોમાં 104 સરપંચ અને 362 વોર્ડની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. જેમાં વડસ્મા ગામની સરપંચની બેઠક બિનહરીફ થતા સરપંચ પદે ડઈબેન સોમાભાઈ શાહની વરણી કરાઈ હતી.ડઇબેન બિનહરીફ ચૂંટાતા સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. તેમજ ફુલહાર અને અબીલ ગુલાલની છોળો ઉછાળી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિજેતા સરપંચે જણાવ્યું હતું કે ગામનો સર્વાંગી વિકાસ એજ અમારો ધ્યેય છે.ગામમાં કોઈ પ્રાથમિક સુવિધાઓથી વંચિત ના રહી જાય તેની તકેદારી લેવામાં આવશે.તેઓએ વડસ્માના ગ્રામજનોનો ચૂંટણીમાં અભૂતપૂર્વ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે નોંધનીય છે કે ઉત્તર ગુજરાતની 1242 ગ્રામ પંચાયતોની રવિવારે યોજાયેલી ચૂંટણીની મત ગણતરી મંગળવારે જે-તે તાલુકા મથકે ઉમેદવારો અને ટેકેદારો માં ભારે ઉત્તેજના અને ઉત્કંઠા વચ્ચે હાથ ધરાઇ હતી. જેમાં સૌપ્રથમ વોર્ડ અને બાદમાં સરપંચના વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.

 

 

 

કલોલ નગરપાલિકા સ્ટેશન રોડ પર દબાણ-દુકાનો હટાવવાની કામગીરી શરુ કરશે 

કલોલની સિન્ટેક્સ કંપનીને ખરીદવા રિલાયન્સ મેદાને

 

 

ગુજરાત સમાચાર