કલોલ : ડિપોર્ટ કરાયેલ 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, પોલીસ બંદોબસ્ત સાથે ઘેર જશે

કલોલ : ડિપોર્ટ કરાયેલ 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, પોલીસ બંદોબસ્ત સાથે ઘેર જશે

Share On

ડિપોર્ટ કરાયેલા કલોલના વ્યક્તિઓ સહિત 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે તેમને ઘરે મોકલવા માટે વાહન વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ લોકોને પોલીસ બંદોબસ્ત સાથે તેમના ઘરે પહોંચાડવામાં આવશે.

અમેરિકાથી કલોલના ચાર વ્યક્તિઓને પરત મોકલાયા, માણસાના પાંચનો સમાવેશ

અમેરિકાથી પરત મોકલવાના લિસ્ટમાં કલોલના કુલ બે વ્યક્તિઓનો સમાવેશ થતો હતો પરંતુ તાજેતરમાં મળેલી માહિતી અનુસાર અન્ય બે વ્યક્તિઓ પણ કલોલ તાલુકાના હોવાનો ઘટસ્ફોટ થયો છે. આમ કુલ કલોલના ચાર વ્યક્તિઓને ડિપોર્ટ કરવામાં આવ્યો હોવાની વિગત સામે આવી છે

 

 

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરના ચાર વ્યક્તિઓને અમેરિકાથી ભરત મોકલવામાં આવી રહ્યા હોવાના સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરી ગયા છે. ટ્રમ્પ દ્વારા હવે ગેરકાયદેસર અમેરિકામાં રહેતા લોકોને પરત પોતાના દેશમાં મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે જેમાં ગુજરાતીઓનો પણ મોટા પ્રમાણમાં સમાવેશ થાય છે.

કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં આવેલી એક સોસાયટીના માતા અને પુત્રીને અમેરિકાથી ડીપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત માણસા તાલુકાના પણ વતનીઓને ડીપોર્ટ કરવામાં આવી રહ્યા છે.

 

ઉલ્લેખનિય છે કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભારત સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ‘ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ’થી ભરેલી પહેલી ફ્લાઇટ ભારત માટે રવાના કરાઇ છે. ભારતીયોને C-17 લશ્કરી વિમાન દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેના મોટા અભિયાનના ભાગ રૂપે સામૂહિક દેશ નિકાલ શરૂ કર્યો છે. અમેરિકન લશ્કરી વિમાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત માટે રવાના થયું છે જે આજે અમૃતસર ખાતે લેન્ડ થશે.

 

વાંચો નામ

કેતન દરજી, ખોરજ, ગાંધીનગર
પ્રેક્ષા પ્રજાપતિ, પ્રજાપતિ વાસ, પેથાપુર, ગાંધીનગર
બળદેવ ચૌધરી, બાપુપુરા માણસા
ઋચી ચૌધરી, ઈન્દ્રપુરા, માણસા
માયરા પટેલ,  કલોલ
રીશિતા પટેલ, કલોલ
કરણ ગોહીલ, બોરૂ, માણસા
મિત્તલ ગોહીલ, બોરૂ, માણસા
હેયાન ગોહિલ, બોરૂ, માણસા

કલોલ સમાચાર