કલોલ રેલવે પૂર્વના વિકાસ કાર્યો માટે પાલિકા કટિબદ્ધ : પ્રમુખ ઉર્વશીબેન પટેલ 

કલોલ રેલવે પૂર્વના વિકાસ કાર્યો માટે પાલિકા કટિબદ્ધ : પ્રમુખ ઉર્વશીબેન પટેલ 

Share On

પૂર્વ માટે વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે : ઉર્વશીબેન પટેલ

કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલે જણાવ્યું હતું કે કલોલ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે તેવા આક્ષેપ એકદમ ખોટા છે. અમે કલોલ પૂર્વ વિસ્તારમાં જનતાના કામો કરવા માટે સતત પ્રયત્નશીલ છીએ અને સૌથી વધુ  ગ્રાન્ટ પૂર્વ વિસ્તારમાં જ ફાળવી છે. તેઓએ ઉમેર્યું હતું કે પશ્ચિમ જેટલી જ ગ્રાન્ટ પૂર્વના વિકાસ કામો માટે  ફાળવી છે અને આગામી દિવસોમાં પણ ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
રેલવે પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે નવા બોરવેલ અને સમ્પ બનાવવાની કામગીરી પણ ચાલુ છે તેમજ ટૂંકસમયમાં નવા રોડ રસ્તા ઓન બાંધવામાં આવશે. વધુમાં તેઓએ કહ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે મેઈન વોટર વર્કસમાં 30 લાખ લીટર અને આંબેડકર ભવનમાં 5 લાખ લીટરના સમ્પની કામગીરી શરુ થઇ ગઈ છે. તેમજ વોર્ડ 11માં  બોરવેલની કામગીરી માટે ઓનલાઇન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ રેલવે પૂર્વ માટે વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

કલોલ સમાચાર