કલોલમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો શું છે સમગ્ર મામલો,વાત ક્યાં પહોંચી ?

કલોલમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો શું છે સમગ્ર મામલો,વાત ક્યાં પહોંચી ?

Share On

કલોલમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો શું છે સમગ્ર મામલો

કલોલમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો મામલો ગરમાયો છે. લતા મંગેશકરના નિધનને પગલે જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય શોક દરમિયાન કલોલમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. 48  કલાક સુધી રાષ્ટ્રધ્વજને હાફ માસ્ટ રાખવાનો હતો. જોકે આ 48 કલાક બાદ પણ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકતો રહેતા તેનું અપમાન થયું હોવાના આક્ષેપો થયા છે.

કોંગ્રેસના કાઉન્સિલર સંજય વાઘેલાએ આ મામલે ગાંધીનગર કલેકટર તેમજ કલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપીને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે. બીજી તરફ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ આ મામલે જવાબદારો વિરુદ્ધ પગલાં ભરવાનું જણાવ્યું હતું.

 

શહેરમાં 6 અને 7 તારીખ ઉપરાંત 8 ફેબ્રુઆરીએ પણ રાષ્ટ્રધ્વજ હાફ માસ્ટ રહેતા લોકોમાં ચકચાર મચી ગઈ છે.આમ આદમી પાર્ટી, એનએસયુઆઈ તેમજ હ્યુમન રાઇટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા પણ મામલતદાર કલોલને આ મામલે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ઘટનાની તપાસ કરવાની માંગ કરી આ ભૂલ કરનાર અધિકારીને કડક સજા આપવાની રજૂઆત કરવામાં આવી હતી.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

કલોલ રેલવે પૂર્વના વિકાસ કાર્યો માટે પાલિકા કટિબદ્ધ : પ્રમુખ ઉર્વશીબેન પટેલ 

 

કલોલ સમાચાર