પાંચ દુકાનોએ ટેક્સ ના ભરતા
કલોલમાં આવેલ સીટી મોલની દુકાનોમાં પાલિકાના માણસોએ પહોંચી ગયા હતા. આ દુકાનો વાળાઓએ ટેક્સ ના ભર્યો હોવાથી પાલિકાએ તેમની દુકાનો કબ્જે કરવા કવાયત હાથ ધરી હતી. પાલિકાએ વર્ષોથી ટેક્સ ના ભરતી આ દુકાનો પર સીલ મારીને તેને કબ્જે કરી દીધી હતી.
પાલિકા માટે હવે આવક વધારવી ફરજિયાત બન્યું છે. સીધી આવકમાં મિલકત વેરો, યુઝરચાર્જ, પ્રોફેશનલ ટેક્સ જ પાલિકાનો આવકનો એક મોટો સ્ત્રોત છે. વેરાની કડકાઈભરી વસૂલાત જ પાલિકા માટે એક માત્ર વિકલ્પ બચ્યો છે. આનેલીધે આ વેરાની વસૂલાત માટે પાલિકાએ ચોતરફ વસૂલાત ઝૂંબેશ શરૂ કરી દીધી છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
આ અગાઉ પાલિકાએ હાઇવે વિસ્તારની સોસાયટીના 6 ઘરોના નળ જોડાણ કાપી દીધા હતા. વધુમાં 6000 લોકોને નોટિસ ફટકારીને વેરા વસૂલવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી છે. પાલિકાની ટીમે વેરા વસુલાત ઝૂંબેશમાં 6 દુકાનોને ટાંચમાં લઈ સીલ મારી દીધાં હતાં. જેને કારણે અન્ય બાકીદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
કલોલ પોલીસે જુગારીઓને પકડવા ઓપરેશન ચલાવ્યું,ક્યાંથી પકડાયા ?
આજથી કલોલ કરફ્યુ મુક્ત, પણ આ શરતો પાળવી પડશે
1 thought on “કલોલ સીટી મોલની પાંચ દુકાનોએ ટેક્સ ના ભરતા પાલિકાએ શું કર્યું, વાંચો”