માણસા ઓવરબ્રિજ પર T આકારનો કેવો બ્રિજ બનશે
કલોલ નગરપાલિકાની સામાન્ય સભામાં માણસા ઓવરબ્રિજને T આકાર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બ્રિજ પર વધી રહેલ વાહનો તેમજ મટવાકુવા તરફ વધતા ટ્રાફિકને કારણે બ્રિજને વધુ એક બ્રિજ સાથે જોડીને તેને નવા શાકમાર્કેટ આગળ ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
આ કારણે કલોલ શહેરમાં પ્રવેશવા માટે વાહનોએ મટવાકુવા જવું નહીં પડે પરંતુ સીધા જ ઉપરથી વળાંક લઈને નવા શાક માર્કેટ આગળ ગર્લ્સ હાઈસ્કૂલ જવાના માર્ગે જ ઉતરી અને ચડી શકાશે. આ નવા T આકાર બ્રિજને કારણે શહેરના ટ્રાફિકમાં ઘટાડો થશે તેમજ મટવાકુવા તરફનું ભારણ ઘટી જશે.
કલોલ નગરપાલિકાની શનિવારે યોજાયેલ સામાન્ય સભામાં આ દરખાસ્ત મુકવામાં આવી હતી. જેને મંજુર કરી દેવાઈ છે. હવે નાણાં તેમજ અન્ય મંજૂરીઓ માટે સરકાર રજૂઆત કરવામાં આવશે. જો આ T બ્રિજને મંજૂરી મળે તો કલોલના આકર્ષણમાં પણ વધારો થઇ શકે છે. તેમજ લોકોને જે ફરીને જવું પડતું હતું તેને સ્થાને સીધા પુલ પર જ ચડી અને ઉતરી શકવાની વ્યવસ્થા થઇ જશે. બીવીએમ ફાટક ઉપર બનનારા ઓવરબ્રિજ ઉપર પણ આ રીતે આયોજન કરવાની તૈયારી ચાલુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
કલોલ એસટી ડેપોમાં કેમ ચક્કાજામ કરાયો,પોલીસ દોડી આવી,પછી શું થયું ?
શરમજનક:કલોલના શહીદ સ્મારકને લોકોએ જાહેર મુતરડી બનાવી દીધું,જુઓ ફોટો
2 thoughts on “કલોલમાં આકર્ષણ : માણસા ઓવરબ્રિજ પર T આકારનો કેવો બ્રિજ બનશે,ક્યાં ઉતરશે”