કલોલમાં ખરીદી માટે બેસ્ટ બજાર કયું
કલોલ એક મહત્વનું મથક હોવાથી ખરીદી માટે આજુબાજુનાં ગામડાનાં હજારો લોકો ખરીદી કરવા માટે આવે છે.. હાલ સમય મુજબ નવજીવન રોડ, સ્ટેશન રોડ, વેપારજીન, પાલિકા બજારમાં વેપાર ધંધા વિકસ્યા છે પણ તમને જાણ નહી હોય કે કલોલમાં સૌપ્રથમ બજાર ક્યાં અને કયા વિસ્તારમાં બન્યું હતું અને ત્યાંથી આગળ વિસ્તર્યું હતું અને વિસ્તરી પણ રહ્યું છે. હાલના બજારોને પણ ટક્કર મારે તેવું એક બજાર આજે પણ અસ્તિત્વ ધરાવે છે.
કલોલ શહેરમાં સૌથી પહેલાં બજાર જુના ચોરા અને પાંચ હાટડી વિસ્તારમાં શરુ થયું. કાળક્રમે વિકાસ થઈને બજાર અન્ય વિસ્તારોમાં પણ ફેલાયું. સોનાચાંદી,વાસણનું મુખ્યબજાર ઉપરાંત કાપડ કરીયાણું કટલરીનું બજાર પણ પાંચ હાટડી અને જુના ચોરામાં હતું. આજે પણ સોના ચાંદીના દાગીના માટે પાંચ હાટડી બજારમાં લોકો ઉમટી પડે છે.
હાલનાં પાંજરાપોળની બાજુમાં માર્કેટ હતું જ્યાં તેલ, ખાંડ, અનાજ અને ગોળ હોલસેલનાં ભાવે મળતાં. હાલ આ માર્કેટ ખેતીવાડી સંઘમાં ફેરવાઈને માણસા રોડ પર છે. વડોદરાનાં મહારાજાએ કલોલમાં સૌપ્રથમ બેંકની સ્થાપના કરી જેને આપણે બેંક ઓફ બરોડા તરીકે ઓળખીએ છીએ તે સ્ટેશન રોડ પર આવેલી હતી હવે તે આંબેડકર રોડ પર ખસેડાઇ છે. કલોલની સૌથી જૂની બેંક તરીકે તે ઓળખાય છે.
સમગ્ર દેશમાં વર્ષોથી કલોલનું કાપડ વખાણાતું હતું જેનો શ્રેય કલોલની કાપડ મિલને જાય છે. કલોલમાં હાલ પાલિકા બજાર છે ત્યાં સૌપ્રથમ નવજીવન મિલ બની હતી તે કલોલની સૌથી જૂની મિલ ગણાય છે ત્યારબાદ ભારત વિજય મિલ, કેલિકો મિલ અને ભારત દેશની આઝાદી બાદ મહેન્દ્ર મિલ બની હતી.મિલોનો જમાનો પણ જોરદાર હતો. હાલ સરકારી નોકરી માટે પડાપડી થાય છે તેમ ત્યારે મિલમાં નોકરી લાગે તે બહુમાન ગણાતું.
કલોલના વાયણામાં દારૂના કટિંગ દરમિયાન પોલીસ ત્રાટકતા બુટલેગરોમાં દોડધામ
કલોલ શહેર તાલુકામાં કોરોનાના 17 કેસ નોંધાતા હડકંપ,લોકો હજુ પણ બિન્દાસ