પ્રાર્થના સભાનું આયોજન કોણે કર્યું ?
કલોલના ડીંગુચાનો પરિવાર મૃત્યુ પામ્યો છે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.જોકે કેનેડામાં આ પરિવાર માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેનેડામાં વસતા ગુજરાતી સમાજના લોકો દ્વારા મૃતકોના આત્માને શાંતિ માટે ઝૂમ મિટિંગ પર પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા પહેલા જ એક ગુજરાતી પરિવારના ચાર સભ્યો હિમવર્ષામાં ફસાઈ ગયા હતા. અમેરિકા, કેનેડા અને ભારત ત્રણેય દેશની તપાસ એજન્સીઓ આ ઘટનાની તપાસ કરી રહી છે.
ગુજરાતના ગાંધીનગરના કલોલ તાલુકાના નવા ડીંગુચા ગામના 35 વર્ષીય જગદીશ પટેલ તેમની પત્ની વૈશાલી 33, પુત્રી વિહાંગી 13 અને પુત્ર ધાર્મિક 3 વર્ષ સાથે લગભગ 10 દિવસ પહેલા વિઝિટર વિઝા પર કેનેડા ગયા હતા. બે દિવસ પહેલા એવું જાણવા મળ્યું હતું કે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતી વખતે આ પરિવાર હિમવર્ષામાં ફસાઈ ગયો હતો અને માઈનસ 35 ડિગ્રી તાપમાનને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી કલોલ સમાચાર ઓનલાઇન એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
યુએસ બોર્ડરથી થોડા ડગલાં પહેલાં આ પરિવાર આ અકસ્માતનો શિકાર બન્યો હતો. આ ઘટના બાદ કલોલના ડીંગુચા ગામમાં શોકનો માહોલ છે. પરિવાર તપાસ એજન્સીના સંપર્કમાં છે.અમેરિકી સરકાર દેશમાં ગેરકાયદે ઘૂસણખોરો પર કાર્યવાહી ચાલુ રાખે છે.મેક્સિકો બોર્ડર પર કડક તકેદારીના કારણે હવે લોકો કેનેડા અને ક્યુબા નજીકના જંગલોમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે.
કેનેડાના જંગલોમાંથી અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે આ પરિવાર પણ અકસ્માતનો શિકાર બન્યો હતો. આ ઘટના બાદ ગાંધીનગર જિલ્લાના નવા ડીંગુચા ગામમાં શોકનો માહોલ છે, સંબંધીઓએ વિદેશ મંત્રાલયનો ઈ-મેલ દ્વારા સંપર્ક કરી ઘટના અંગે માહિતી માંગી છે. બીજી તરફ ગુજરાત પોલીસે આ પરિવારને વિદેશ મોકલનાર એજન્ટની શોધખોળ શરૂ કરી છે.
1 thought on “કેનેડામાં મૃતક પરિવાર માટે પ્રાર્થના સભાનું આયોજન કોણે કર્યું ? વાંચો”