કલોલથી પસાર થતા ભારતમાલા હાઇવેને લઈને ખેડૂતોએ કેમ લડત આદરી ?

કલોલથી પસાર થતા ભારતમાલા હાઇવેને લઈને ખેડૂતોએ કેમ લડત આદરી ?

Share On

ભારતમાલા હાઇવેને લઈને ખેડૂતોએ લડત આદરી

અમદાવાદથી થરાદ સુધી ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ નવો એક્સપ્રેસ હાઇવે બની રહ્યો છે. જેને કારણે ઘણું અંતર ઘટી જવાની સંભાવના છે.  કલોલ તાલુકાના અમુક ગામોમાંથી આ હાઇવે પસાર થઇ રહ્યો છે જેને લીધે ખેડૂતોની મહામૂલી જમીન છીનવાઈ જવાનો ભય ઉભો થયો છે. આ પ્રોજેક્ટનો વિરોધ કરવા કલોલ તાલુકાના જામળામાં ખેડૂતોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામળા ગામે મળેલી બેઠકમાં હાજર રહેલા 350થી વધુ ખેડૂતે એકઅવાજે જમીન ન આપવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગર જિલ્લાના જામળા ખાતે ભારતમાલા રોડ પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોની સભા મળી હતી, જેમાં જિલ્લાના વેડા, હિમ્મતપુરા, જામળા, ધેધુ સહિતનાં ગામોના 350 કરતાં વધારે ખેડૂતો હાજર રહ્યા હતા.

આ હાઇવે કલોલના જામળા,વેડા સહીતના ગામોમાંથી પસાર થઇ ખેરવા તરફ જશે. ખેડૂતોએ પોતાની જમીન અને ખેતીવાડી બચાવવા લડતનો આરંભ કર્યો છે. સંપૂર્ણ ગ્રીનફિલ્ડ હાઇવે હોવાથી માર્ગ સરકારી જમીન તેમજ ખેતરોમાંથી પસાર થશે.માણસા તાલુકાની હદમાંથી પસાર થઇ મહેસાણા તાલુકાના સાલડી, લાંઘણજ, ખેરવા ગામ નજીકથી પસાર થશે.

કલોલની તમામ સરકારી કચેરીઓમાં સપાટો બોલાવી ભ્રષ્ટાચારીઓને પકડો,પ્રજાની માંગ

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર