કલોલના જામળામાં યુવકને સરકારી નોકરીની લાલચ આપી 2.17 લાખની ઠગાઈ 

કલોલના જામળામાં યુવકને સરકારી નોકરીની લાલચ આપી 2.17 લાખની ઠગાઈ 

Share On

કલોલના જામળામાં યુવકને સરકારી નોકરીની લાલચ આપી 2.17 લાખની ઠગાઈ

 

કલોલ પાસે આવેલા જામળાના યુવક પાસેથી સરકારી નોકરીની લાલચ આપીને 2.17 લાખ રૂપિયા પડાવ્યા હોવાની કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જામળાના યુવાને સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી કરાઈ હતી કલોલ તાલુકાના જામળા ગામના યુવક સાથે સચિવાલયમાં ક્લાર્કની નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

19 નવેમ્બર 2021ના રોજ પૈસા પડાવવાની શરૂઆત થઈ હતી. ફરિયાદીને ફેસબુક મેસેન્જર પર ક્લાર્ક સુરેશ જય નામથી મેસેજ આવ્યો હતો. ત્યારબાદ આરોપી અને ફરિયાદી વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. આરોપીએ ફરિયાદીને સચિવાલયના ગેટ નંબર ચાર પર મુલાકાત માટે બોલાવ્યા હતા અને તેનો બાયોડેટા માગ્યો હતો.

આરોપીએ રજીસ્ટ્રેશન ફી પેટે ₹3270 અને આઈકાર્ડ માટે 430 રૂપિયા માંગ્યા હતા. ત્યારબાદ જૂન 2022 થી જુન 2024 સુધી ટુકડે ટુકડે 1.89 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રકમ મળી ગયા બાદ આરોપીએ ફરિયાદીનો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો જેને પગલે યુવકને છેતરાયા હોવાનો અહેસાસ થતાં કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કલોલ સમાચાર