કલોલ હાઇવે પર અકસ્માતમાં યુવકનું મોત
કલોલના ગુરુકુળ હાઇવે પર પસાર થઇ રહેલા બાઈકચાલકને ટ્રકે ટક્કર મારતા સારવાર દરમિયાન નિધન થયું હતું.
ત્રાગડ ખાતે રહેતા ભુપેન્દ્રભાઈ ચાવડા રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમનો દીકરો કલોલ હાઈવે પર આવેલ હોટેલ વિરામિક સામેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારી હતી.જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં મુત્યુ થયું હતું.અકસ્માતને પગલે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.