કલોલમાં એક માસમાં ડોગ બાઈટના 347 કેસ,રખડતા કુતરાઓના ત્રાસથી શહેરીજનો ભયભીત

કલોલમાં એક માસમાં ડોગ બાઈટના 347 કેસ,રખડતા કુતરાઓના ત્રાસથી શહેરીજનો ભયભીત

Share On

કલોલમાં એક માસમાં ડોગ બાઈટના 347 કેસ,રખડતા કુતરાઓના ત્રાસથી શહેરીજનો ભયભીત

BY પ્રશાંત લેઉવા 

કલોલ : કલોલમાં રખડતી ગાયો સાથે કુતરાઓનો ત્રાસ પણ વધી ગયો છે. કલોલ શહેર અને તાલુકામાં છેલ્લા એક  માસ દરમિયાન 347 લોકોને કુતરા કરડી ગયા હોવાના બનાવ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા છે. કુતરાઓના વધતા જતા આતંકને પગલે ખસીકરણ કરવામાં આવે તેવી માંગ પણ થઇ રહી છે.

કલોલમાં રખડતા કુતરા કરડવાના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.  કલોલમાં રખડતા ઢોરોનો ત્રાસ હતો પરંતુ હવે કુતરાઓની પણ હેરાનગતિ વધતા લોકોમાં રોષ ફેલાયો છે. કલોલમાં છેલ્લા ત્રણ માસ દરમિયાન કુતરા કરડવાના બનાવમાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક માસમાં 347 વ્યક્તિને કુતરાઓએ બચકા ભર્યા છે.

કલોલના વાહનચાલકોને  વહેલી સવારે કે મોડી રાત્રે કુતરાના હુમલાનો શિકાર ન બની જવાય તેની ચિંતા સતાવી રહી છે. માણસો પર સતત વધી રહેલા કુતરાના હુમલાને કારણે લોકો ભયભીત છે. કલોલના રેલવે પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં કુતરાઓનો ત્રાસ વધ્યો છે. અંકુર મેદાન પાસે આવેલ કાંતમ સોસાયટી તેમજ ઓએનજીસી રોડથી ચામુંડા અને મૂળહંસ સોસાયટી પાસે કુતરાઓથી લોકો ભયભીત થઇ ગયા છે.

થોડા દિવસ અગાઉ જ કલોલમાં હડકાયા બનેલા કુતરાએ આતંક મચાવ્યો હતો. આ સંજોગોમાં તંત્ર દ્વારા કલોલ નગરપાલિકા વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેલા રખડતા કુતરાઓનું ખસીકરણ કરે તે જરૂરી બન્યું છે.

કલોલ સમાચાર