કલોલમાં ગંદકીથી ફરી રોગચાળો ફેલાવવાનો ભય

કલોલમાં ગંદકીથી ફરી રોગચાળો ફેલાવવાનો ભય

Share On

બેદરકારી ભારે પડશે

કલોલમાં થોડા દિવસ પહેલા કોલેરા રોગ ચાળો ફાટી નીકળ્યો હતો જોકે હવે સ્થિતિ કાબુમાં છે.જોકે નગરપાલિકા હજુ પણ સુધારવાનું નામ નથી લઈ રહી. શહેરમાં જ્યાં ને ત્યાં ઠેર ઠેર કચરો ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ગંદકીના ઢગ છે, કચરાપેટીઓ ઉભરાઈ રહી છે.

આ સંજોગોમાં ફરી રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના છે. નાગરિકોના  અનુસાર કલોલ નગરપાલિકાની સામે પણ કચરાના ઢગ છે. બીજી તરફ શાકમાર્કેટ આજુબાજુનો વિસ્તાર,કલ્યાણપુરા, રેલવેપુર્વમાં પણ કચરાના ઢગ છે.

રેલવે પૂર્વમાં ચામુંડા સોસાયટીની પાછળ આવેલ રોડ ઉપર તો ઠેરઠેર કચરો છે. અહીં તો રોડની ઉપર જ કચરો આવી ગયો છે. જ્યાંને ત્યાં આડેધડ ખોદકામ કરવાને લીધે લીકેજ પાઇપનું પાણી પણ બહાર આવી રહ્યું છે. આ સંજોગોમાં નગરપાલિકા તાત્કાલિક કચરો હટાવે તેવી નાગરિકો માંગ કરી રહ્યા છે.

કલોલ સમાચાર