કલોલ એસટી ડેપોમાં ચક્કાજામ કરાયો
કલોલ એસટી ડેપોમાં અરવિંદ મિલના નોકરિયાતોએ ચક્કાજામ કરતા પોલીસ દોડી આવી હતી. પિયજથી ખાત્રજ તરફ જતી બસ ચાલુ કરીને ફરી બંધ કરી દેવામાં આવતા રોજ અપડાઉન કરતા પાસધારકો અકળાયા હતા. તેઓએ અહીં આવીને ડેપો મેનેજરને રજૂઆત કરી હતી. ડેપો મેનેજરે ત્રણ દિવસમાં બસ ચાલુ થઇ જશે તેવી ખાતરી આપી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પિયજથી સેંકડો લોકો અરવિંદ મિલમાં નોકરી કરે છે. આ લોકોને ખાનગી વાહનોમાં ઊંચા ભાડે જવું પોસાતું ના હોવાથી એસટી બસમાં અપડાઉન કરે છે, પરંતુ એસટી બસ પંદર દિવસ માટે ચાલુ કરી બંધ કરી દેવાઈ હતી જેથી લોકોએ એડવાન્સ પાસના ભરેલ પૈસા ફસાઈ ગયા હતા, બસ ના આવાને કારણે લોકોને નોકરીમાં પણ દિવસો પડવા લાગ્યા છે તેમજ આર્થિક નુકશાન થઇ રહ્યું છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
જેને લઈને ડેપોમાં રજૂઆત કરવામાં આવતા ડેપો મેનેજેરે ત્રણ દિવસની અંદર બસો ચાલુ કરવાની ખાતરી આપી છે. ઘટનાને લઈને પોલીસ પણ ડેપોમાં આવી પહોંચી હતી. પાસધારકો ડેપોમાં નીચે બેસી જઈને બસો અટકાવી દેતા લોકો પણ હેરાન પરેશાન થયા હતા.
શરમજનક:કલોલના શહીદ સ્મારકને લોકોએ જાહેર મુતરડી બનાવી દીધું,જુઓ ફોટો
1 thought on “કલોલ એસટી ડેપોમાં કેમ ચક્કાજામ કરાયો,પોલીસ દોડી આવી,પછી શું થયું ?”