કલોલની કંપની સાથે 6.76 કરોડની છેતરપિંડી
કલોલમાં આવેલ એક કંપની સાથે કર્ણાટકમાં બેઠેલ વ્યક્તિઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. જેથી સાંતેજ પોલીસ સ્ટેશનમાં આ ગુનાની ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો અનુસાર ભરતકુમાર અગ્રવાલ પલોડીયામાં રહે છે અને ગોપીનાથ એન્ટરપ્રાઇઝ નામની કંપની ચલાવે છે. તેમનો તાડપત્રી બનાવવાની કંપની છે. જેથી કર્ણાટકની ગોકુલ એગ્રીકલ્ચરલ ઇમ્પ્લીમેન્ટીંગ એજન્સી નામની કંપની ચાલવતા બે લોકો તેમનો સંપર્ક કર્યો હતો.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
પ્રિતમસિંહ જવારી ગુજરા તથા તેલંગણાનાં હૈદ્રાબાદનાં રહેવાસી રાજેશસિંગ જવારીએ તાડપત્રી ખરીદવા માટે ભરતભાઈનો કોન્ટેક કર્યો હતો તેમજ તેમને વિશ્વાસમાં લીધા હતા. આ બાદ બંને વ્યક્તિઓએ આઇએસઆઇનાં માર્કાનું લાઇસન્સ તથા ઓથોરિટી લેટરનો ઉપયોગ કરીને 105 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવીને રૂ. 7.60 કરોડની તાડપત્રી મંગાવી હતી. જોકે બાદમાં આ લોકોએ તાડપત્રીના બાકી રહેલ 6.76 કરોડ રૂપિયા ચૂકવ્યા નહોતા. જેને કારણે ભરતભાઈને છેતરપિંડીનો અહેસાસ થતા સાંતેજ પોલીસ સ્ટેશનમાં પ્રિતમ સિંહ જવારી અને રાજેશસિંગ જવારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
કર્ણાટક સરકારનુ તાડપત્રીનાં કોન્ટ્રાક્ટનું લાઇસન્સ મેળવવા મોટા વેપારની લાલચ આપીને 2018માં આ વ્યક્તિઓએ ભરતભાઇને વિશ્વાસમાં લઇને ભરતભાઇ પાસેથી આઇએસઆઇનાં માર્કાનું લાઇસન્સ તથા ઓથોરીટી લેટર લીધા હતા. જેનો ઉપયોગ કરીને આરોપી પ્રિતમસિંહે પોતાની કંપની ગોકુલ એગ્રીકલ્ચરલના નામે રૂ. 105 કરોડની તાડપત્રીનું ટેન્ડર પાસ કરાવ્યુ હતુ.
કલોલના આટલા રસ્તાઓની કામગીરી માટે બળદેવજી ઠાકોરનો ઔડાને પત્ર,વાંચો
કલોલ એસટી ડેપોમાં કેમ ચક્કાજામ કરાયો,પોલીસ દોડી આવી,પછી શું થયું ?