કલોલના બજારમાં આડેધડ પાર્કિગ બાદ અચાનક પોલીસ આવી, શું કર્યું ?

કલોલના બજારમાં આડેધડ પાર્કિગ બાદ અચાનક પોલીસ આવી, શું કર્યું ?

Share On

બજારમાં આડેધડ પાર્કિગ બાદ અચાનક પોલીસ આવી

કલોલના બજારમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની ગઈ છે. લોકો મનફાવે તેમ પોતાના પિતાશ્રીનો બગીચો હોય તેમ વાહનો મૂકીને જતા રહે છે. લારીઓ વાળા રોડ વચ્ચે ઉભા રહી જાય છે. આમ કરવાથી ટ્રાફિક વધે છે અને છેલ્લે એકબીજાને વાહનો અડી જતા ગાળાગાળીની પણ નોબત સર્જાય છે. આ સંજોગોમાં પોલીસે આગળ આવીને આડેધડ વાહનો પાર્ક કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે.

કલોલ મોટું તાલુકા મથક હોવાથી આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી અર્થે આવતા હોય છે. શહેરના બજાર વિસ્તાર,મટવા કુવા,અંબિકા ગરનાળું, રેલવે ફાટક, અંડરબ્રિજ,કલ્યાણપુરા શાકમાર્કેટ આગળ ખુબ જ ટ્રાફિક જોવા મળે છે.

 

સ્ટેશન રોડ, ટાવર રોડ,નવજીવન રોડ,ગાંધીરોડ,પાલિકા બજાર તેમજ વેપારીજીનમાં દુકાનો આગળનું દબાણ તેમજ આડેધડ પાર્કિંગ, પેસેન્જરો લેવા માટે રોડ પર બેફામપણે હંકારતા રીક્ષાવાળાઓ, લારી-પાથરણાવાળાઓને કારણે જબરદસ્ત ટ્રાફિક સર્જાય છે. કલોલ ડેપોમાં આવતી જતી એસટી બસોના ચાલકોને પણ આ કારણે ભારે તકલીફ થઇ રહી છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

જોકે ગઈકાલે પોલીસે આડેધડ અને રોડ પર વાહનો પાર્ક કરનારા લોકો પર તવાઈ બોલાવી હતી અને તેમના વાહનોને જપ્ત તેમજ આકરો દંડ કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસવાળા કડક થશે તો જ લોકો જેમતેમ વાહનો પાર્ક નહિ કરે. આ ઉપરાંત દુકાનોવાળા વેપારીઓ પણ પોતાના લાભ માટે આગળ લારીઓ ઉભી રાખે છે જેથી વધુ ટ્રાફિક થાય છે તેમ લોકોએ આક્ષેપ કર્યા છે.

કલોલ સમાચાર