રેલવે પૂર્વ આનંદો : ફાટક પર T આકાર ઓવરબ્રિજની દરખાસ્ત મંજુર,હવે શું ?

રેલવે પૂર્વ આનંદો : ફાટક પર T આકાર ઓવરબ્રિજની દરખાસ્ત મંજુર,હવે શું ?

Share On

 ફાટક પર T આકાર ઓવરબ્રિજની દરખાસ્ત મંજુર

 

કલોલમાં આવેલ બીવીએમ ફાટકની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. જેને કારણે અહીં ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી હતી.જે મંજુર રાખવામાં આવી હતી. જોકે હવે પાલિકામાં સીધા ઓવરબ્રિજને સ્થાને T આકારના બ્રિજ માટે દરખાસ્ત મુકવામાં આવી હતી જે પાસ થઇ ગઈ હતી. હવે અહીં ટી આકારનો ઓવરબ્રિજ બને તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવનાર છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

 

અગાઉ મંજુર થયેલ ઓવરબ્રિજ માધુપુરા તરફ જ ઉતરતો હતો જેને કારણે રેલવે પૂર્વના રહેવાસીઓને ફરીને જવાની નોબત સર્જાય તેમ હતી. આ ફાટક વિસ્તારના છેક છેડે આવેલ છે જ્યારે મોટાભાગની વસ્તી ઇસ્ટ રોડને જોડતા રોડ પર રહે છે. આથી માર્કેટ યાર્ડ તરફ બ્રિજનો એક છેડો ઉતારવાની માંગ કરાઈ હતી જેથી લોકો સીધા માણસા ઓવરબ્રિજ નીચે આવેલ રોડ સાથે કનેક્ટ થઇ શકે.

 

આ કારણે પાલિકાની સામાન્ય સભામાં બ્રિજને ટી આકાર આપવાની માંગને મંજૂરી મળી હતી. જેથી પૂર્વના લોકોને ઘણી રાહત થશે તેમજ લાબું ચક્કર કાપવાની નોબત સર્જાશે નહીં તેમજ બ્રિજ ઉપરથી ટી મારફતે સીધા નીચે અવર જ્વર કરી શકાશે.

કલોલ નગરપાલિકાની સામાન્ય સભામાં માણસા ઓવરબ્રિજને T આકાર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બ્રિજ પર વધી રહેલ વાહનો તેમજ મટવાકુવા તરફ વધતા ટ્રાફિકને કારણે બ્રિજને વધુ એક બ્રિજ સાથે જોડીને તેને નવા શાકમાર્કેટ આગળ ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કલોલમાં આકર્ષણ : માણસા ઓવરબ્રિજ પર T આકારનો કેવો બ્રિજ બનશે,ક્યાં ઉતરશે

કલોલ ગાયત્રી મંદિર સામે પૈસા પડી ગયા કહી ગઠિયા દોઢ લાખ રૂપિયા લઈને રફુચક્કર 

કલોલ સમાચાર