છત્રાલ હાઈવે પર થયેલ 2 કરોડની લૂંટ મામલે પોલીસ તપાસ ક્યાં પહોંચી 

છત્રાલ હાઈવે પર થયેલ 2 કરોડની લૂંટ મામલે પોલીસ તપાસ ક્યાં પહોંચી 

Share On

દિન દહાડે  2 કરોડ રૂપિયાની લૂંટ

પોલીસે લૂંટારૂઓને પકડી લેવા માતે અલગ અલગ ટીમો બનાવી દીધી છે. આ ઉપરાંત નાકાબંધી પણ કરી દેવાઇ છે. જોકે હજુ સુધી કોઈ પગેરું મળ્યું નથી.
કલોલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. શહેર અને તાલુકામાં અચાનક જ લૂંટના બનાવોમાં વધારો થયો છે ત્યારે પોલીસ મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે. કલોલ-છત્રાલ હાઇવે પર 2 કરોડની લૂંટની વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે તેમજ પોલીસ પર કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
ઇકો ગાડીની ચાવી કાઢી લીધી
આ કામે હકીકત એવી છે કે ઉપર બતાવેલ તા.ટા અને જગ્યાએ અજાણ્યા ઇસમો એક સફેદ કલરની નંબર વગરની સુમો ગાડી લઇ આવી આ કામના ફરીની ઇકો ગાડી નંબર જીજે-૦૨-સી.પી.-૩૬૨૦ ને અડો અડ લાવી ફરીયાદીની ગાડીને રોકી ફરીને જેમફાવે તેમ ગાળો બોલી “ ગાડીની સાઇડ કેમ કાપી “ તેમ કહી લોખડની પાઇપના ટુકડા વડે માર મારી ફરીની ઇકો ગાડીની ચાવી કાઢી લીધી હતી.
આ બાદ ઇકો ગાડીમાં રાખેલ પેઢીના રૂપીયા-૨,૦૯,૦૦,૦૦૦ (બે કરોડ નવ લાખ) ના બે પાસૅલ પીળા કલરની પ્લાસ્ટીક ની કોથળીમા પેક હોઇ તેની લૂંટ કરી સુમો ગાડી લઇ નાસી ગયા હતા.કલોલમાં રહેતા  દિલીપકુમાર શાંતીલાલ પટેલે આ લૂંટ બાબતે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કલોલ સમાચાર