મહેનત રંગ લાવી : રેલવે પૂર્વમાં પાઇપ લાઈનનું સમગ્ર માળખું બદલાશે

મહેનત રંગ લાવી : રેલવે પૂર્વમાં પાઇપ લાઈનનું સમગ્ર માળખું બદલાશે

Share On

ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરતા ઉર્વશીબેન પટેલ

નિલેશભાઈ આચાર્ય,મુકુંદભાઈ પરીખ,બિપિનભાઈ સોલંકીની રજૂઆત પર મહોર 

કલોલ શહેરના રેલવે પૂર્વ વિસ્તારમાં નવી પાણી અને ગટર લાઈન નાખવામાં આવનાર છે. નગર પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ અને વોર્ડ નંબર પાંચના કાઉન્સિલરો જલ્પાબેન વ્યાસ,ભાવનાબેન આચાર્ય,નિખિલભાઈ બારોટ,તિમિર ભાઈ જયસવાલ, વોર્ડ નંબર ચારના કાઉન્સિલરો મુકુંદભાઈ પરીખ પ્રદીપભાઈ ગોહિલ,ઉષાબેન રાવલ,સોનલબેન પ્રજાપતિ અને 11 વોર્ડના કાઉન્સિલરો હિમાક્ષીબેન સોલંકીના અથાક પ્રયત્નોને અંતે રેલવે પાછળ સમગ્ર પાઇપલાઈનનું માળખું બદલાવા જઈ રહ્યું છે. આ માટે ખાસ કિસ્સામાં મંજૂરી પણ મળી ગઈ છે.

નગરપાલિકાના ઉપ પ્રમુખ મુકુંદભાઈ પરીખ, પ્રદેશના નેતા નિલેશભાઈ આચાર્ય તેમજ શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ બિપિનભાઈ સોલંકી રેલવે પૂર્વના વિકાસ માટે કટિબદ્ધ છે ત્યારે આ ત્રિપુટીના નેતૃત્વમાં દમ દેખાયો છે. આ ત્રિપુટીના જોરે રેલવે પૂર્વને પાણી અને ગટર લાઈનની નવી પાઇપ લાઈન મળી છે જેથી રેલવે પૂર્વની મોટાભાગની સમસ્યાઓ સોલ્વ થઇ જશે. કલેકટર સાથેની બેઠકમાં આ નેતાઓએ રજૂઆત કરી હતી. જેને લઈને પાલિકા પ્રમુખ ઉર્વશી બેન પટેલે ગાંધીનગરના સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો. 

કલોલ નગરપાલિકા વિસ્તારમાં રેલ્વે પૂર્વમાં છેલ્લા એક અઠવાડીયા થી ઝાડા ઉલટી ના રોગચાળા સંબંધે ગાંધીનગર-૬ લોકસભાના સાંસદ તથા ગૃહ મંત્રી અમિતભાઇ શાહ, ગુજરાત રાજયના મુખ્ય મંત્રી સાથે ચર્ચા થયેલ અને તેના અનુસંધાને કલોલના રેલ્વે પૂર્વમાં પાણીની લાઇનો ૪૫-વર્ષ જુનુ હોઇ અને નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલ એ રેલ્વે પૂર્વની મેઇન પાણીની લાઇનો બદલવાનો રૂા.ર-૦૦ કરોડનો પ્રોજેકટ સરકારમાં મોકલાવેલ હતો જેને સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂા.૨-૦૦કરોડનો પ્રોજેકટ સીએમ દ્વારા મંજુર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને જીયુડી.સી. દ્વારા આ કામ યુધ્ધના ધોરણે હાથ ધરવાના આદેશો અપાયા છે.

 

તદ્ઉપરાંત રેલ્વે પૂર્વના પાણી અને ડ્રેનેજના કામે નવું માળખુ તૈયાર કરવા સર્વે કરવા કન્સ્લટન્ટની નિમણુંક કરી લાંબાગાળા માટે ગટર, પાણીના પ્રશ્નોનો નિકાલ થાય તેનું આયોજન હાથામાં લીધેલ છે. તે દિશામાં કામગીરી શરૂ કરેલ છે.આ ઉપરાંત અમિતભાઇ શાહે તેમના લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ફેલાયેલા ઝાડા ઉલ્ટીના રોગચાળાના સંદર્ભમાં સંપૂર્ણ રિપોર્ટ મંગાવી જિલ્લા અને સ્થાનિક વ્યવસ્થાતંત્રને આ સમસ્યા પર ઝડપથી કાબૂ મેળવવા જરૂરી સૂચનાઓ અને દિશા નિર્દેશ આપ્યા હતા.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

કલોલ સમાચાર