ગાડીમાંથી વિદેશી દારૂની લૂંટ
કલોલ પોલીસે લાખો રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે. ગાડીને અકસ્માત થતા તપાસ કરવા પોલીસને અચાનક જ દારૂ મળી આવ્યો હતો.
કલોલ જનપથ પેટ્રોલ પંપ પાસે ટાયર ફાટી જતાં ડિવાઇડર પર ચડી ગયેલી ટોયોટા કારમાંથી પોલીસને 28 પેટી ભરીને 1076 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ કાર મળીને રૂ. 5.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.અકસ્માત થયા પછી કારમાંથી લોકોએ વિદેશી દારૂની લૂંટફાટ કરી હોવાની વિગતો પણ સામે આવી રહી છે.
કલોલ ડીવાયએસપી કચેરીના સ્ટાફને જાણ થઇ હતી કે જનપથ પેટ્રોલ પંપ નજીક વિદેશી દારૂ નો જથ્થો ભરેલી ટોયોટા કાર ડિવાઇડર પર ચડી ગઈ છે.. જેનાં પગલે ડીવાયએસપી કચેરીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસે કારનો દરવાજો ખોલતા તેમાંથી વિદેશી દારૂની પેટીઓ મોટા પ્રમાણમાં મળી આવી હતી.જેનાં પગલે પોલીસે રૂ. 2 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ કાર, મોબાઈલ મળી કુલ. રૂ. 5.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કલોલ શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો.
3 thoughts on “કલોલમાં અકસ્માત થયેલ ગાડીમાંથી લોકોએ વિદેશી દારૂ લૂંટ્યો ”