કલોલ ટ્રોમા સેન્ટર આગળ હોબાળો
કલોલમાં ડોકટરો અને વર્ધમાન નગરના સ્થાનિકો વચ્ચેની લડાઈનો અંત દેખાઈ રહ્યો નથી. છાસવારે રહીશો અને ડોકટરો વચ્ચે ઘર્ષણ થતું હોય છે. ગઈકાલે રાત્રે જનરેટર સહીતનો અવાજ આવતા આસપાસના ફ્લેટના રહીશો ભેગા થઇ ગયા હતા. સ્થાનિકો વિવિધ સમસ્યાઓને લઈને ડોકટરો સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
કલોલમાં છેલ્લા ઘણા સમયથી રહેણાંક વિસ્તારમાં ઉભી કરી દેવાયેલ 40થી વધુ હોસ્પિટલો મુદ્દે નાગરિકો લડત ચલાવી રહ્યા છે. અહીં વસવાટ કરતા રહીશોએ ઔડા,કલોલ નગરપાલિકા અને મુખ્યમંત્રી સમક્ષ નવી હોસ્પિટલના બાંધકામને મંજૂરી ન આપવા રજૂઆત કરી છે.
આ રહેણાંક વિસ્તારમાં ડોકટરોએ પ્લોટ લઈને ઔડામાં ખોટી રીતે મંજૂરી લઇને હોસ્પિટલો બનાવી દીધી છે. અહીં આવેલ 40થી વધુ હોસ્પિટલો પાસે પોતાનું પાર્કિંગ કે સ્વતંત્ર માલિકીનો બોર કે ડ્રેનેજ માટે કોઈ લાઈન નથી. આટલી બધી હોસ્પિટલો હોવાને કારણે આસપાસની સોસાયટીમાં પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી. પાર્કિંગની વ્યવસ્થાના અભાવે હોસ્પિટલોમાં આવતા લોકો પોતાના વાહનો રોડ પર જ મૂકી દેતા હોય છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
કલોલમાં ચાર વર્ષથી મંજુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેમ નથી બનાવાતું : બળદેવજી ઠાકોરનો સરકારને સવાલ