કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
કલોલમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે મટવા કુવા ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. દેશમાં પેટ્રોલ અને ડીઝલન,રાંધણ ગેસના ભાવ સતત વધી રહ્યા છે. અનેક શહેરોમાં લીટરનો ભાવ 100 રૂપિયાને વટાવી ગયો છે. શાકભાજી,અનાજ કઠોળના ભાવ ઊંચા જઈ રહ્યા છે. જેને કારણે પ્રજામાં પણ સરકાર વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે. કલોલમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી મુદ્દે સરકાર વિરુદ્ધ દેખાવો યોજાયા હતા.
કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું. કાર્યકરોએ માણસા બ્રિજના છેડે ગેસના બાટલા સાથે વિરોધપ્રદર્શન કરી સરકારની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનને પગલે રોડ પર ટ્રાફિક તેમજ લોકોના ટોળા પણ એકત્ર થઇ ગયા હતા. કાળઝાળ મોંઘવારીમાં મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે ત્યારે સરકાર ચૂપ બેસીને તમાશો જોઈ રહી છે.

કલોલ કોંગ્રેસ આયોજિત કાર્યક્રમમાં શહેર પ્રમુખ અશોક પરમાર,વિપક્ષના નેતા શાહદુલ્લા ખાન પઠાણ,કોંગ્રેસના કાઉન્સિલરો,યુથ કોંગ્રેસ,મહિલા કોંગ્રેસ અને NSUIના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.તેઓએ માણસાબ્રિજ ના છેડે ભારે સુત્રોચાર કર્યો હતો.
કલોલ ચૂંટણીને લઈને અનેક રસપ્રદ લેખ અહીં મુકવામાં આવશે, વાંચવા માટે અહીં ક્લિક કરી અમારી એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ
